બજાર » સમાચાર » રાજકારણ

સંજય રાઉતનો સવાલ NCB તપાસ પર અમારો કોઇ વાંધો નથી પરંતુ સુશાંત કેસમાં CBI તપાસ ક્યાં સુથી પહોંચી?

ના રોજ પ્રકાશિત Fri, 25, 2020 પર 18:56  |  સ્ત્રોત : Moneycontrol.com

સુશાંત રાજપૂતની મૃત્યુનાં કેસમાં ડ્રગ કનેક્શન સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ આ બાબતે તપાસ શરૂ કરી હતી અને અત્યાર સુધી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એનસીબીની તપાસનો દાયરો પણ વધી રહી છે. હવે આ દયરામાં બૉલિવૂડની મોટી માછલીઓના નામ પણ સામે આવી રહ્યા છે. એનસીબીએ ઘણા બધા બૉલિવૂડના કલાકારોને પણ નોટિસ મોકલી છે. ઘણા સ્ટારને માથા પર તલવાર લટકી રહી છે.


આ દરમિયાન શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના મામલામાં સીબીઆઈ તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છપલાયેલા સમાચાર મુજબ રાઉતે કહ્યું છે કે એનસીબી તપાસ સામે વાંધો નથી પરંતુ સુશાંતની મૃત્યુના કેસમાં સીબીઆઈ તપાસનું શું થયું, સીબીઆઈ તપાસ ક્યા સુધી પહોંચી ગઈ છે.


રાઉતે કહ્યું કે એનસીબી એક રાષ્ટ્રીય સંસ્થા છે. તેનું કાર્ય રાષ્ટ્રીય સ્તર પર ચાલે છે. વિદેશથી આપણા દેશમાં મોટા પાયા પર ડ્રગ્સ આવે છે અને રેકેટને ખતમ કરવાનું એનસીબીનું કામ છે. હાલમાં એક-એક લોકોની એનસીબી કાર્યાલયમાં બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્ય માટે પ્રત્યેક શહેર અને રાજ્ય પોલીસ ટીમમાં સ્વતંત્ર વિભાગો હોવા છતાં, એનસીબી પોતે સ્થાનિક સ્તર પર તપાસ કરી રહી છે. અમને આ અંગે કોઈ વાંધો નથી, પરંતુ સુશાંતના કેસમાં સીબીઆઈ તપાસનું શું થયું?