બજાર » સમાચાર » રાજકારણ

સત્તાની શતરંજ: સુરતી લાલાઓની શું સમસ્યા છે?

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 11:47  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતનો લોચો પ્રખ્યાત છે. સરતનું જમણ અને કાશીનું મરણ એવી એક કહેવત છે. માત્ર ખણીપીણી જ નહીં પરંતુ સાહિત્યમાં પણ પ્રખ્યાત છે. બંદર તરીકે સુરતની સ્થિતિ સારી હતી. સરત એક ઉદ્યોગોનું શહેર છે. વિશ્વના 90% હીરા સરતમાં પોલિશ થાય છે. શહેરની ઓળખ ફ્લાઇઓવર પર બની છે. શોખીન સુરતીઓની શું છે સમસ્યા? વાયુ પ્રદુષણ અને તાપીમાં પ્રદુષણ મુખ્ય સમસ્યા છે.


સુરતની બેઠકનું શું છે સમીકરણ? સરતે સ્વચ્છતામાં નવા માંપદંડ પુરા પાડ્યા છે. પ્રદુષણની સરત વાસીઓને આદત પડી ગઇ છે? કાપડ ઉદ્યોગ દ્વારા લાંબા સમય સુધી જીએસટીનો વિરોધ કરાયો છે. ટ્રાફિકની સમસ્યા પણ મોટી થઇ છે. એરપોર્ટ હોવા છતા ઇન્ટરનેશનલ ફ્લાઇ નહીં. હીરા વેપારીઓએ અમદાવાદ અથવા મુંબઇ જવું પડે છે.


મત માગવા નેતાઓ આવે છે પરંતુ કામ સમયે ગાયબ થઇ જાય છે. મતદારો ઉમેદવાર પર કેટલો ભરોશો રાખશે? સરતનો રાજકીય ઇતિહાસ શું છે? સરતમાં ભાજપનો પલડો ભારે. 1985 સુધી સરત પશ્ચિમ બેઠક પર કોંગ્રેસનો પ્રભાવ રહ્યો છે. 1990 બાદ લહેરાયો ભાજપનો ભગવો. સરતની પશ્ચિમ બેઠક પર હેમંત ચપટવાલાનું પ્રભુત્વ છે.


ગુજરાતની આર્થિક રાજ્ધાની સુરત છે. સરતના સમીકરણો કેટલા મહત્વના? સરતમાં લઘુભારત વસે છે. સરતમાં ભારતભરમાંથી લોકો વસ્યા છે. રાજકીય પક્ષો માટે સરતની 16 બેઠક મહત્વ છે. સરતમાં ભાજપનું પ્રભુત્વ છે. કોંગ્રેસે મતદારો પરની પકડ ગુમાવતા રહ્યા છે. કોંગ્રેસ પાસે નોંધપાત્ર નેતાનો અભાવ વર્તાય છે. સૌરાષ્ટ્રવાસીઓ રોજગારી અર્થે સુરતમાં આવીને વસ્યા છે.


જે પાટીદારોએ ભાજપની સ્થિતિ મજબૂત કરી તે જ હલાવી શકે છે. પાટીદાર આંદોલન બાદ સમીકરણો બદલાયા છે. ભાજપના પાટીદાર નેતા સુરતમાં પાટીદારને મનાવવામાં સફળ ન થયા છે. સરકાર પાટીદાર અનામત આંદોલનની અસર ઓછી કરવાના પ્રયત્નમાં છે. કોંગ્રેસ PASS કન્વીનર સાથે નાતે જોડવાના પ્રયત્નમાં છે.


તાજતરમાં વડાપ્રધાન મોદીએ સુરતમાં રોડ શો યોજ્યો હતો. જે પક્ષ પાટીદારોને મનાવશે તેનો પલડો ભારે થઇ શકે છે. સુરતના પાટીદારોએ તાકત બતાવી સરકારને ધ્રુજાવવાના પ્રયત્નો કર્યા છે. ભાજપ માટે આત્મવિશ્વાસમાં રહેવું ભયજનક સાબિત થઇ શકે છે.