બજાર » સમાચાર » રાજકારણ

શિવસેના-NCP-કોંગ્રેસની ડીલ નક્કી!

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 11:17  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં શિવસેના-NCP અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનાવવાને લઇને ડીલ નક્કી જ માનવામાં આવી રહી છે. આજે ત્રણેય પાર્ટીઓના નેતા ગવર્નર ભગત સિંહ કોશયારીને મળવાના છે. જ્યારે કે પાર્ટિઓની તરફથી કહેવામાં આવ્યુ છે કે આ મુલાકાત વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાખવામાં આવી છે. આ તરફ NCPના સૂત્રનું કહેવુ છે કે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે.


જેમાં બેરોજગારી દૂર કરવા માટે ખેડૂતોની સમસ્યાઓ પર જોર આપવામાં આવ્યું છે. સૂત્રા પ્રમાણે સરકારે પોર્ટફોલિયોની વહેંચણી પણ નક્કી કરી દીધી છે. પરંતુ સરકાર બનાવવાની રૂપરેખા અને કોમન મિનિમમ પ્રોગ્રામ પર અંતિમ નિર્ણય સોનિયા ગાંધી લેશે. આ માટે આવતી કાલે શરદ પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. NCP પ્રમુખ શરદ પવારનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં બીજી ચૂંટણીની કોઇ સંભાવના નથી. આ સરકાર બનશે અને 5 વર્ષ સુધી ચાલશે.