બજાર » સમાચાર » રાજકારણ

શિવસેના બનાવશે એનસીપી કોંગ્રેસ સાથે સરકાર

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 11:31  |  સ્ત્રોત : CNBC-Bajar

સત્તા માટે રાજકીય પાર્ટીઓ કોઈપણ બાંધછોડ માટે તૈયાર રહે છે. આવું જ કંઈક હાલ મહારાષ્ટ્રમાં બની રહ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે સરકાર માટે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી થઈ ચૂક્યો છે.


જેના પર ત્રણેય પાર્ટીઓ વચ્ચે સર્વસહમતી પણ સધાઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે આ પ્રોગ્રામ પ્રમાણે શિવસેના કટ્ટર હિન્દૂત્વ અને એનસીપી તથા કૉંગ્રેસ મુસ્લિમ તૃષ્ટિકરણ છોડશે. મતલબ કે ત્રણેય પાર્ટીઓએ પોત-પોતાની વિચારધારા ત્યજવા પર સહમતી દર્શાવી દીધી છે. એટલે કે શિવસેના જો કૉંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવશે તો તેણે વીર સાવરકારને ભારત રત્ન આપવાની પોતાની માગ પડતી મૂકવી પડશે.


એવી જ રીતે કૉંગ્રેસ અને એનસીપીએ પણ નાથૂરામ ગોડસેને લઈને નિવેદન આપવાથી દૂર રહેવું પડશે. હાલ ત્રણેય પાર્ટીઓની સમિતિ વચ્ચે થયેલી ચર્ચામાં એક મુસદ્દો તૈયાર થયો છે. જેના પર સોનિયા ગાંધી અને શરદ પવારની સોમવારની પ્રસ્તાવિત બેઠકમાં આખરી મહોર લગાવાશે.