બજાર » સમાચાર » રાજકારણ

સોનિયા અને રાહુલ નવા અધ્યક્ષની પસંદગીથી દૂર

ના રોજ પ્રકાશિત Sat, 10, 2019 પર 15:23  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસની મહત્વની વર્કિંગ કમિટી બેઠક હાલ ચાલી રહી છે અને કોંગ્રેસ પાર્ટી આજે તેના નવા અધ્યક્ષના નામ પર મહોર લગાવી શકે છે. પરંતુ તે પહેલા એક મહત્વની વાત સામે આવી છે કે આ પ્રક્રિયામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભાગ નહીં લે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓના પાંચ ગ્રુપ બનાવવામાં આવ્યા છે જેઓને પાર્ટીના સભ્યો દ્વારા વિવિધ સૂચનો આપવામાં આવશે.


આ ગ્રુપ કોંગ્રેસની વર્કીંગ કમિટીને નામોના સૂચન આજ સાંજ સુધીમાં આપશે ત્યાર બાદ નવા અધ્યક્ષનો નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધીએ અગાઉ જણાવ્યું હતું કે કોંગ્રેસ વર્કીંગની કમિટીની સાથે જનર સેક્રેટરી, રાજ્યના વડાઓ અને CWC સભ્યો મળીને નવા અધ્યક્ષનું નામ વિચારશે. આ પહેલા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ આ પ્રક્રિયામાંથી દૂર રહેશે.