બજાર » સમાચાર » રાજકારણ

વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર એલર્ટ

ના રોજ પ્રકાશિત Tue, 11, 2019 પર 18:33  |  સ્ત્રોત : CNBC-Bajar

તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા મુદ્દે કહ્યું કે આવતીકાલે કેબિનેટમાં વાવાઝોડું જ મુદ્દો રહેશે. એનડીઆરએફની ટીમ બોલાવાય છે, તમામ અધિકારીઓની રજા પણ રદ કરવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિ માટે રાજ્ય સરકાર એલર્ટ છે. દરેક મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.


રાજ્ય પર તોળાઇ રહેલા વાયુ વાવાઝોડાના ખતરાને જોતા તંત્ર દ્વારા ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાહત કમિશનર, NDRF સહિત ડિફેન્સ એજન્સીઓ સાથે બેઠક યોજાઇ અને વાવાઝોડાનો સામનો કરવા અંગે એક્શનપ્લાન ઘડાયો. બેઠકમાં રાહત કમિશનર, એન ડી આર એફ, બી એસ એફ સહિતની ડિફેન્સ એજન્સીના પ્રતિનિધી હાજર રહ્યા.


આ તરફ હેલ્થ કમિશનર જયંતિ રવિએ અમારી સાથેની વાતચીતમાં કહ્યું કે વાવાઝોડાનો સામનો કરવા તંત્ર સજ્જ છે.