બજાર » સમાચાર » રાજકારણ

સુરત: પાંડેસરામાં બાળકી પર રેપ વિથ મર્ડરનો મામલો

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતમાં પાંડેસરામાં બાળકી દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી લાશ મળવાની ઘટનામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા હરિશ ઠાકુરની સંડોવણી હોવાની વાત ફેસબૂક અને ટ્વિટર પર વાયરલ કરવામાં આવી હતી. ટ્વિટર પર ઇરફાન અંજુમ તથા અસ્મિતા દાસ અને ફેસબુક પર મોહંમદ સરતાજ આલમે વાયરલ કરી હતી.


ટ્વીટ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ટ્વીટ વાયર કરનારા ત્રણે શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધાયો છે. પોલીસનું કહેવું છે કે, આવા મેસેજથી કોઇ વ્યક્તિ જાહેર શાંતિનો ભંગ કરી શકે છે. એટલે ગુનો નોંધાયો છે.


સુરતમાં બનેલી ઘટનાને લઈને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ સુરતની ઘટનાને ગંભીર અને દુ:ખદ ગવી છે. અને જણાવ્યુ છે કે, આ ગુનો જલ્દી ઉકેલાય તે માટે સરકાર કટિબદ્ધ છે.