બજાર » સમાચાર » રાજકારણ

સુરત: વેરા વધારા મુદ્દે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 16:54  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરત મહાનગરપાલિકામાં વેરા વધારા મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ડ્રાફ્ટ બજેટમાં વેરા વધારો કરાતા કોંગ્રેસના સભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો. તો મનપા ઓફિસમાં કોંગ્રેસના સભ્યો ધરણાં પર બેઠા હતા.


કોગ્રેસના દેખાવે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાતાવરણ તંગ બન્યું હતું. આ સમયે કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપોટપી પણ થઈ હતી. જ્યાં પોલીસે દેખાવકારોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


એક તરફ સુરતમાં કોંગ્રેસે જબરદસ્ત વિરોધ નોંધાવ્યો. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોઈનાય દબાણમાં આવીને કામ નહીં કરવાની વાત કરી છે.