બજાર » સમાચાર » રાજકારણ

એક દેશ, એક ચૂંટણી પર બનશે વાત

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 10:14  |  સ્ત્રોત : CNBC-Bajar

એક દેશ, એક ચૂંટણી એટલે આખા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય. મામલો ચર્ચામાં અનેક વખત આવી ચૂક્યો છે. પરંતુ હવે મોદી છે તો લાગે છે કે આ પણ શક્યા છે. આ વખતે પોતે વડાપ્રધાન મોદીએ આની કમાન સંભાળી છે. 19 જૂને તેમણે આ મામલા પર એક સર્વદળીય બેઠક બોલાવી છે. ચૂંટણી પંચ તો ઘણા સમય પહેલા સંકેત આપી ચૂક્યું છે કે તે એક દેશ, એક ચૂંટણી માટે તૈયાર છે. પરંતુ સવાલ એ છે કે જે પાર્ટીઓને ચૂંટણી લડવી છે તે કેટલી તૈયાર છે. આનાથી મોટો સવાલ એ પણ છે કે શું આ શક્ય છે?


સરકારનું તર્ક છે કે સમય સમયે ચૂંટણી થવાથી ખોટો સમય અને પૈસા આના પર ખર્ચ થાય છે. સાથે આચાર સંહિતા લાગૂ થવાના કારણે કેન્દ્ર અને અલગ અલગ રાજ્યોમાં કામકાજ લાંબા સમય સુધી રોકાયેલું રહે છે. યોજનાઓને લાગૂ કરવાની જગ્યાએ નેતાઓ રાજકીય જોડ-તોડમાં લાગેલા રહે છે. ક્ષેત્રિય પાર્ટીઓને આમા તેનું નુકસાન નજરે આવી રહ્યું છે.


કોઇ સરકાર જો એક વર્ષમાં પડી જાય છે તો બચેલા કાર્યકાળમાં શું થશે? એટલે જે સવાલ જોવામાં સરળ અને આકર્ષક લાગી રહ્યો છે તેનો વિકલ્પ પણ શું એટલો જ સરળ છે? અને જે નિષ્કર્ષ નીકળશે તે લોકતંત્ર અને જનભાવનાનો ખ્યાલ રાખશે કે પછી તેની સાથે રમત થશે? કાયદો બનાવનારા માટે આ જ મોટો સવાલ રહેશે?


એક દેશ, એક ચૂંટણીના પ્રયત્નો-


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવી બેઠક છે. 19 જૂનના બધી પાર્ટીઓની બેઠક છે. એક દેશ, એક ચૂંટણીના મુદ્દા પર ચર્ચા થશે. લોકસભા, બધી વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવા પર ચર્ચા થશે. વિપક્ષી પાર્ટીઓની સાથે સહમતિ બનાવવાના પ્રયત્નો કરશે.


લોકસભા ચૂંટણીમાં અનુમાનિત ખર્ચ-


2019ની લોકસભા ચૂંટણીમાં રૂપિયા 55,000 કરોડનો ખર્ચની આશા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં રૂપિયા 30,000 કરોડનો ખર્ચની આશા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં રૂપિયા 20,000 કરોડનો ખર્ચની આશા છે. 2004ની લોકસભા ચૂંટણીમાં રૂપિયા 14,000 કરોડનો ખર્ચની આશા છે. 1999ની લોકસભા ચૂંટણીમાં રૂપિયા 10,000 કરોડનો ખર્ચની આશા છે.


એક સાથે ચૂંટણી માટે તર્ક-


ચૂંટણી પર મોટા ખર્ચમાં ઘટાડો આવશે. સમય સમયે આચાર સંહિતા લાગૂ નહીં થાય. વિકાસ યોજનાઓ નહીં રોકાયેલી રહે. કાળું નાણું, ભ્રષ્ટાચાર પર રોક લાગશે. સરકારી કર્મચારીઓની સમય સમયે ચૂંટણી ડ્યુટી નહીં લાગે.


એક સાથે ચૂંટણી વિરૂદ્ધ તર્ક-


સંવિધાનમાં એક સાથે ચૂંટણીનો ઉલ્લેખ નથી. રાજ્યોની સ્વાયત્તતા પર અસર થઇ શકે છે. રાષ્ટ્રીય મુદ્દાની સામે પ્રાદેશિક મુદ્દા અસર નહીં કરે શકે.


શું છે ચૂંટણીનો ઇતિહાસ?


1952, 1957, 1962, 1967માં એક સાથે ચૂંટણી થઇ હતી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઇ હતી. 1968-69થી એક સાથે ચૂંટણીનો સિલસિલો તૂટ્યો હતો. 1968-69માં અમુક વિધાનસભાઓ સમય પહેલા ભંગ થઇ હતી. 1971માં લોકસભા ચૂંટણી સમય પહેલા થઇ હતી. 1983માં ચૂંટણી પંચે ફરીથી ચર્ચા શરૂ કરી છે. 1999માં કાયદા મંત્રાલયે રિપોર્ટમાં એક સાથે ચૂંટણીનો ઉલ્લેખ કર્યો છે.


આગળ જાણકારી લઇશું ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી, રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકર અને ગુજરાત હાઇકોર્ટમાં વરિષ્ઠ વકીલ ભાસ્કર તન્ના પાસેથી.


રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરનું કહેવુ છે કે સંસદમાં 17મી લોકસભાનું કામકાજ શરૂ થઇ ગયું છે. ગઇકાલથી ચૂંટાયેલા સાંસદોએ શપથ લેવાનું શરૂ કરી દીધું છે અને તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દેશ, એક ચૂંટણીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. વડાપ્રધાન મોદી પહેલા પણ આની વકાલત કરતા રહ્યા છે. પરંતુ હવે તેમણે આના પર કામકાજ શરૂ કરી દીધું છે.


ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકીનું કહેવુ છે કે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાને લઇને રાજકીય પાર્ટીઓની વચ્ચે અલગ અલગ મત વેચાયેલા છે. વધુ પડતી વિપક્ષી પાર્ટીઓ આના વિરૂદ્ધ છે. આ મુદ્દા પર કોંગ્રેસના પણ સવાલ છે. તેઓ મોદી સરકારની નીયતમાં ખોટ જોઇ રહ્યા છે.


ગુજરાત હાઇકોર્ટમાં વરિષ્ઠ વકીલ ભાસ્કર તન્નાનું કહેવુ છે કે બીજી વિપક્ષી પાર્ટીઓ પણ એક સાથે ચૂંટણી કરાવવાના મૂડમાં નથી. તેઓ આમાં તેનો ફાયદો નુકસાન જોઇ રહી છે. તેમનું કહેવું છે કે લોકસભા અને રાજ્યોની ચૂંટણી એક સાથે કરાવવી શક્ય નથી.