બજાર » સમાચાર » રાજકારણ

થરાદ વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર શરૂ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 16:33  |  સ્ત્રોત : CNBC-Bajar

થરાદ વિધાનસભાની ચૂંટણીને લઈ હવે પ્રચારપ્રસાર જોરશોરથી શરુ કરી દેવાયો છે. બંને પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરે છે. સાથે જ તેઓ જીતના દાવા પણ કરી રહ્યા છે.


10 દિવસબાદ થરાદ વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપમાંથી જીવરાજભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત સામ-સામે મેદાને છે. થરાદ બેઠક જીતવા બંને ઉમેદવારો એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત દાવો કરી રહ્યા છે કે ભાજપથી કંટાળેલી પ્રજા વખતે કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડશે.


તો આ તરફ ભાજપ ઉમેદવાર જીવરાજભાઈ પટેલ પણ બેઠક પર સત્તા મેળવવા ગામડાના ખોળા ખુંદી રહ્યા છે. તેઓ મોદી સરકારના વિકાસના કાર્યોની લ્હાણી કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.


2012માં થરાદ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ બે વખત ભાજપમાંથી પરબતભાઈ પટેલ વિજેતા બન્યા છે. ત્યારે હવે પેટા ચૂંટણીમાં જનતા કોના નામની મુહર લગાવે છે તે પરિણામો જ બતાવશે.