બજાર » સમાચાર » રાજકારણ

મહારાષ્ટ્રમાં ખુરશીની ખેંચતાણ

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 16:38  |  સ્ત્રોત : CNBC-Bajar

13 દિવસ બાદ પણ મહારાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમત છતા સરકાર બની નથી. BJP અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રીની ખુર્શીને લઇને ખેંચતાણ ચાલુ છે. BJP મુખ્યમંત્રી પદ પર ફડણવીસને રાખવા માગે છે જ્યારે શિવસેના 50:50 ફોર્મૂલા અંતર્ગત અઢી વર્ષ CM પદની માગ કરી રહ્યું છે. જોકે BJP કહી રહ્યું છે કે આવનાર 2 દિવસમાં સરકારનું શપથગ્રહણ થશે.


શિવસેનાના સૂત્રો પ્રમાણે પાર્ટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ NCP વડા શરદ પવાર સાથે આ સપ્તાહમાં બીજી વખત ફોન પર વાત કરી છે. જોકે સામનામાં તેમણે એવો દાવો પણ કર્યો કે BJP મુખ્યમંત્રીના પદની વહેંચણી કરવા તૈયાર છે.


જે સંજય રાઉત પણ NCPના વડા શરદ પવારના ઘરે તેમને મળવા પહોંચ્યા જે બાદ પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે સ્થિતિને જોતા ભાજપ-શિવસેનાએ જલ્દીથી સરકાર બનાવી જોઇએ અને NCPને જે જનાદેશ મળ્યું છે તેનું સમ્માન કરતા તેઓ વિપક્ષમાં બેસશે.