બજાર » સમાચાર » રાજકારણ

નગર પાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ

ના રોજ પ્રકાશિત Mon, 29, 2018 પર 16:36  |  સ્ત્રોત : CNBC-Bajar

નગર પાલિકાની ચૂંટણીનું આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. આજથી ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3જી ફેબ્રુઆરી છે. આગામી 5 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે. તો 6 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે આગામી 17 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન, અને19 ફેબ્રુઆરીએ થશે મતગણતરી.