બજાર » સમાચાર » રાજકારણ

લુખાસણ ગામના ખેડૂતનું રાતોરાત દેશમાં નામ થયું

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 14:00  |  સ્ત્રોત : CNBC-Bajar

પાટણ જિલ્લાના લુખાસણ ગામના ખેડૂતનું રાતોરાત દેશમાં નામ થઇ ગયું. કારણ ખુદ પ્રધાનમંત્રીએ ખેડૂત એવા કામરાજભાઇ ચૌધરીના વખાણ કર્યા. કામરાજભાઇ સરગવાની સિંગની ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યાં છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં રહેતા આ છે કામરાજભાઇ ચૌધરી. ખેડૂત છે. તેમણે એવું કામ કર્યું કે સમગ્ર દેશમાં તેમના નામનો ડંકો વાગી ગયો.

ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત નામના રેડિયો કાર્યક્રમમાં કામરાજભાઇ ચૌધરીના વખાણ કર્યા. તેમના દ્વારા કરવામાં આવતી સરગવાના સિંગની ઓર્ગેનિક ખેતીની વિેશેષતા વિશે દેશના લોકોને પરિચય કરાવ્યો.

છેલ્લા દસ વર્ષથી સરગવાની ખેતી કરી ખેતીની દુનિયામાં ક્રાંતિ સર્જનારા કામરાજભાઇએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો.

કામરાજભાઇના ખેતરમાં જે સરગવાની સિંગને તમે લહેરાતા જોઇ રહ્યાં છે, તે સંપૂર્ણ પણે ઓર્ગેનિક ખાતરથી ઉગાડેલી છે. ખૂબીની વાત એ છે કે લુખાસણ ગામના તેમના ખેતરમાં ઉગતો સરગવો ઉત્તર ભારતથી લઇને દક્ષિણ ભારતના રાજ્યોમાં વેંચાય છે.

ઓર્ગેનિક સરગવા હોવાને કારણે તેનો કલર સારો રહે છે, તે લાંબા સમય સુધી બગડતી નથી. હવે તમને થતું હશે કે વિઘે કેટલા રૂપિયે ખર્ચ આવે છે અને તેની સામે આવક કેટલી થાય છે.

ખૂબીની વાત એ છે કે મન કી બાતમાં પ્રધાનમંત્રીએ કામરાજભાઇનો જેવો ઉલ્લેખ કર્યો કે તેમને મળતા ઓર્ડરમાં ધરખમ વધારો થઇ ગયો છે. એટલુંજ નહીં આસપાસના ગામના ખેડૂતો પણ કામરાજભાઇની જેમ સરગવાની ખેતી કરવા ઉસ્તુક બન્યા છે.

ઉત્તર ગુજરાતમાં દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જતાં કઈક નવીજ શોધ સાથે મગજ માં આવેલ વિચારથી પ્રગતીશીલ ખેડૂત કામરાજભાઈએ 2001 માં સરગવા નું 25 વીઘા માં વાવેતર કર્યું હતું. પરંતુ માર્કેટના અભાવે બે વર્ષ બાદ તેમણે સરગવો કાઢી નાંખ્યો હતો. જોકે 2010 માં ફરી એક વખત સાહસ કરતા તેઓ મોટા પ્રમાણમાં ગુજરાત બહાર સરગવાની નિકાસ કરતા થઇ ગયા છે.