બજાર » સમાચાર » રાજકારણ

ગુજરાત વિધાનસભામાં ખાલી છે 7 બેઠકો

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 12:37  |  સ્ત્રોત : CNBC-Bajar

આ સાથે ગુજરાતમાં ખાલી પડેલી 7 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ગુજરાતની 7 વિધાનસભા બેઠકોમાં રાધનપુર, થરાદ, ખેરાલુ, અમરાઇવાડી, લુણાવાડા, મોરવાહડફ અને બાયડ બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો માંથી બાયડ અને રાધનપુર પર પક્ષ પલટો જ્યારે મોરવાહડફ પર જ્ઞાતિનું સર્ટિફિકેટ રદ થયું હતું જ્યારે ખેરાલુ, થરાદ, લુણાવાડા અને અમરાઇવાડી પર ધારાસભ્ય સાંસદ તરીકે ચૂંટાયા હોવાના કારણે પેટાચૂંટણી યોજાશે.