બજાર » સમાચાર » રાજકારણ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ભંગ થવાનો છેલ્લા દિવસ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 16:14  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ચૂંટણીના 15 દિવસ બાદ પણ યથાવત છે. ચૂંટણીમાં સ્પષ્ટ પરિણામ મળ્યા હોવા છતા રાજ્યની રાજકીય પરિસ્થિતિ ખરાબ છે. ભાજપ શિવસેના મુખ્યમંત્રીના પદ માટે લડાઇની મુદ્રામાં છે જ્યારે આજે વિધાનસભા ભંગ થવાનો છેલ્લા દિવસ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાલ મુંબઇમાં છે પરંતુ તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે ન કે મધ્યસ્થી કરીને સ્થિતિ સુધારવા. ગઇકાલે નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં પરત આવવાની વાતને નકારી દીધી હતી.


જોકે હજૂ પણ શિવસેનાએ તેના ધારાસભ્યોને મુંબઇની રંગશારદા હોટેલમાં જ રાખ્યા છે. ધારાસભ્યોનો જુસ્સો વધારવા માટે ગઇકાલે રાત્રે શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ હોટેલ જઇને તેમની સાથે વાતચીત કરી હતી. હમણાં મળતી માહિતી પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસ રાજભવન પહોંચી ચૂક્યા છે અને સાડા 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.