બજાર » સમાચાર » રાજકારણ

વડાપ્રધાનની 30 મે એ થઇ શકે છે તાજપોશી

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 18:34  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકસભા ચૂંટણીમાં ફરીથી સ્પષ્ટ બહુમત મળ્યા બાદ વડાપ્રધાન મોદી ફરીથી દેશના પ્રધાનસેવકની ફરજ બજાવશે. દેશમાં મળેલી ભવ્ય જીત બાદ વડાપ્રધાન મોદી 30મી મેના રોજ ફરીથી વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરી શકે છે. 30મીએ સાંજે પાંચ વાગ્યે ફરીથી દેશના વડાપ્રધાન તરીકેના શપથ લઇ શકે છે. શપથવિધી પહેલા એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન પોતાના માદરે વતન ગુજરાત આવશે અને માતા હિરાબાના આશિર્વાદ લેશે. તો ગાંધીનગરમાં અમિત શાહને મળેલી ભવ્ય જીત બાદ અમિત શાહ પણ ગાંધીનગર આવશે.