બજાર » સમાચાર » રાજકારણ

પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં થશે ફેરફાર

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 11:43  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાત પ્રદેશના પ્રભારી રાજીવ સાતવે આજે નિવેદન આપ્યું છે કે પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. આજે તેઓ ગુજરાતમાં સ્થાનિક આગેવાનો સાથે બેઠક માટે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકો પર પેટાચૂંટણી થવાની છે અને તેના માટે કોંગ્રેસે આજથી તૈયારી શરૂ કરી છે અને તે તૈયારીના ભાગરૂપે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અમદાવાદમાં છે.


આવતાની સાથે જ તેમણે જણાવી દીધું છે કે આવનારા દિવસોમાં સંગઠનમાં ફેરપાર કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીના આદેશ છે કે પેટાચૂંટણીના ઉમેદવારની પસંદગી સમયે યોગ્ય ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવશે.