બજાર » સમાચાર » રાજકારણ

સરકાર સામે સાંજ સુધીમાં GR પસાર કરવા ચિમકી

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 12:08  |  સ્ત્રોત : CNBC-Bajar

અનામતનો મુદ્દો હવે તૂલ પકડતો જાય છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી માંથી બંધારણીય આંદોલન સમિતિના કન્વીનર નવઘણજી ઠાકોરે સરકાર સામે એક મોટી જાહેરાત કરી છે. તેમાં તેમણે જણાવ્યું કે જો આજ સાંજ સુધીમાં સરકાર નવા જીઆર પસાર નહીં કરે તો 16 તારીખ થી નીકળશે યાત્રા. બનાસકાંઠાના ટોટાણા ગામે આવેલ સદારામ બાપાના ધામેથી યાત્રા નિકળશે. ઓબીસી, એસસી, અને એસટી સમાજની યાત્રા કાઢવામાં આવશે જ્યાં સુધી નવો જીઆર પસાર નહિ કરવામાં આવે ત્યાં સુધી યાત્રા સમગ્ર ગુજરાતમાં ન્યાય માટે ફરશે.