બજાર » સમાચાર » રાજકારણ

વીર સાવરકરના ભારતરત્ન પર વિવાદ

ના રોજ પ્રકાશિત Sat, 19, 2019 પર 17:33  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં ભાજપે ઘોષણાપત્રમાં વાયદો શું કર્યો કે તેઓની સરકાર આવશે તો તેઓ વીર સાવરકરને ભારત રત્નની માંગ કરશે. બસ ત્યારથી જ છંછેડાઈ ગયો છે વિવાદનો મધપૂડો. એકબાદ એક પ્રતિ્ક્રિયાઓ આવી રહી છે સામે, તો સાવરકરના પુત્ર કહી રહ્યાં છે કઈક આવું.

સાંભળ્યું આપે. જ્યાં કોંગ્રેસ ભલે એકબાદ એક વાર કરી રહી હોય ભલે કહી રહી હોય કે વીર સાવરકરને ભારત રત્ન આપવું યોગ્ય નથી. પણ સાવરકરના પુત્રનું કહેવું છે કે સાવરકરના સિધ્ધાંતો સાથે જ ઈન્દિરાજી આગળ વધ્યા હતા. તેમના નકશે કદમ પર જ કોંગ્રેસ ચાલી છે. ફરી સાંભળો શું કહ્યું સાવરકરનાપૌત્રે.

તો આ પહેલા મહારાષ્ટ્ર ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટોમાં સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર(વીર સાવરકર)ને ભારત રત્ન આપવાના વાયદા પર રાજકારણ ગરમાયું હતું. દિગ્વિજય સિંહ સહિત ઘણા કોંગ્રેસી નેતા સાવરકરને મહાત્મા ગાંધીની હત્યાના મુખ્ય કાવતરું ઘડનાર વ્યક્તિ ગણાવી ચુક્યા છે. MIMIM પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ પણ તેમને ટૂ નેશન થિયરી(ભાગલા) અને તાનાશાહ હિટલરના સમર્થક પણ જાહેર કરી દીધા હતા. આ અંગે વીર સાવરકરના પૌત્ર રંજીતે શુક્રવારે તેમણે જવાબ આપતા કહ્યું કે, ઓવૈસીને તેમના દાદા કરતા વધારે ધર્મનિરપેક્ષ વ્યક્તિ નહીં મળી શકે.

IMIM પ્રમુખ ઓવૈસીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સાવરકર ભાજપના અનમોલ રત્ન છે. જો ભાજપ તેમને ભારત રત્ન આપવા ઈચ્છે છે તો નથૂરામ ગોડસેને પણ આપવો જોઈએ. ઓવૈસીએ 15 ઓક્ટોબરે ટ્વીટ કરીને સાવરકર પર 8 દાવા કર્યો હતા

તો આ અંગે સપાના નેતા રવિદાસ મલ્હોત્રાએ કહ્યુંકે કેન્દ્રમાં એનડીએ ની સરકાર છે તેઓ પાંચ વર્ષમાં આ કરી શક્યા હોત.પણ કેમ નથી કર્યું તેઓ માત્ર મહારા્ષ્ટરની જનતાના વોટ લેવા માટે આ બધું કરી રહ્યાં છે.

તો આમ મહારાષ્ટ્રના ચુંટણી ઢંઢેરાનો આ એક મુદ્દો હાલ દેશના રાજકારણમાં ચર્ચાઈ રહ્યો છે..જ્યાં એક તરફ ભાજપ સાવરકરને દેશ ભક્ત ગણાવી રહ્યાં છે ત્યાં વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે વિરોધમાં છે. આ બધાની વચ્ચે સૌની નજર 21 ઓક્ટોબરે યોજાવા જઈ રહેલી મહારાષ્ટરની વિધાનસભા ચુંટણી પર છે.