બજાર » સમાચાર » રાજકારણ

રાજ્યસભાનો ચૂંટણી જંગ, 26મી માર્ચે યોજાશે મતદાન

ના રોજ પ્રકાશિત Wed, 18, 2020 પર 13:22  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યમાં હાલ ચૂંટણી જંગ જામ્યો છે. રાજ્યમાં 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવનો અંતિમ દિવસ છે. ભાજપના 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો કોંગ્રેસમાંથી 2 ઉમેદવારો ફોર્મ ભર્યા છે. ત્યારે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસમાંથી 5 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે ત્યારે આવામાં કોંગ્રેસની ધારાસભ્ય જીતે તેવી શક્યતા ઓછી છે. તો કોંગ્રેસના ઉમેદવારો અંગે બંને ઉમેદવારોની સત્તાવાર જાહેરાત સોનિયા ગાંધી કરશે.

ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 26મી માર્ચે યોજાશે મતદાન, મતગણતરી. ભાજપમાંથી ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસમાંથી બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસમાંથી 5 MLA રાજીનામું આપી ચુક્યા છે. સંખ્યાબળની દ્રષ્ટીએ કોંગ્રેસના કપરાં ચઢાણ છે. બે ઉમેદવારો જીતે તેવી શક્યતા ઓછી છે. કોંગ્રેસમાં બે ઉમેદવારો અંગે આજે નિર્ણય થશે. સોનિયા ગાંધી પર નિર્ણય છોડાયો છે.