બજાર » સમાચાર » રાજકારણ

ગુજરાતમાં કોનો પલડો ભારે?

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 10:37  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન છે. ત્યારે હવે પ્રચાર માટે એક સપ્તાહનો જ સમય બચ્યો છે. ત્યારે પ્રચાર ચરમસીમા પર છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલી કરી છે તો બીજી બાજૂ અમિત શાહે પણ ગઇકાલથી તેના ગુજરાત પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. તો બુધવારે વડાપ્રધાન મોદી પણ પ્રચાર માટે આવી રહ્યાં છે. અને પ્રચારમાં નવા નવા મુદાઓ લોકોને આપવાના પ્રયત્ન થઈ રહ્યાં છે. ચર્ચા કરીએ પરંતુ તે પહેલા જોઇએ કે આજે રાહુલ ગાંધી અને અમિત શાહે શું ખાસ વાતો કરી.


આગળ જાણકારી લઇશું ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી, કોંગ્રેસના સીએ સેલના હેડ સીએ મેહુલ પટેલ અને રાજકીય વિશ્લેષક જયવંત પંડયા પાસેથી.


કોંગ્રેસના સીએ સેલના હેડ સીએ મેહુલ પટેલનું કહેવુ છે કે ભાજપે જે પણ વાયદા કર્યા હતા અને જેટલું પણ જુટુ બોલે છે એનાથી કોંગ્રેસ પાર્ટીને પ્રચાર કરવાની જરૂરત નથી લોકોને ખબર પડી ગઇ છે કે કોણ સરાકાર ચલાવશે અને કોમ નહી. રાફેલનો મુદ્દો મોટો મુદ્દો છે. ગાધી પરિવારના સદશ્યો એવા છે કે બધાએ દેશ માટે પહેલાથી જ કર્યું છે. દેશના ભાગડૂઓ છે એ લોકોના ખાતા માથી આવશે.


ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકીનું કહેવુ છે કે ગત વર્ષે ભાજપ સરકાર જીતી ગયુ હતું. હાલના ચૂંટણીમાં પણ ભજપ સરાકાર જીતશે. ભાજપ સાથે દેશના લોકો છે. એમનો મત મોદી સરકારને જ મળશે. જે પણ વિકાસ દેશમાં થયું છે. એને જોઇને મતદારો મત આવશે. કોંગ્રેસ કઇ રીતે આગળ આવી રહી છે. કેવી ભાષા બોલે છે. દેશની પ્રજા સમજી ગઇ છે. અને જ્યારે ન્યાની વાતો કરતા હોય તો આ દેશને 65 વર્ષ સુધી ન્યાય કેમ ના મળ્યો.


રાજકીય વિશ્લેષક જયવંત પંડયાનું કહેુ છે કે કોંગ્રેસ અને ભાજપના લડાઇમાં સામાન્ય માણસ પીસાઇ રહ્યો છે. ગરીબી, પાણ, ખેડૂતો, અને દેશના વિકાસના મુદ્દાઓ કેટલા વર્ષોથી ચાલે છે. સત્તાના લાલચમાં લોકોને કોમ કરી આપવાના વાયદા કર્યા છે પણ પુર્ણ નથી થયા.