બજાર » સમાચાર » રાજકારણ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી?

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 16:37  |  સ્ત્રોત : CNBC-Bajar

મહારાષ્ટ્રમાં ચાલુ રાજકીય સંકટ બંધ થવાનું નામ નથી લઇ રહ્યું. અમૂક કલાકોમાં જ વિધાનસભાનું કાર્યકાળ પુરૂ થઇ જશે. આવામાં જો કોઇ દળ તરફથી સરકાર ન બની તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી જશે. આજે સવારથી ભાજપ અને શિવસેનાની ગતિવિધિઓ ચાલી રહી છે.


સવારે ભાજપનું ડેલિગેશને ગવર્નર સાથે મુલાકાત કરી અને મુલાકાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે ગવર્નર સાથે મુલાકાત કરીને તેમણે હાલની સ્થિતિની જાણકારી આપી અને કાયદાકીય સલાહ લીધી છે. આ બાજૂ શિવસેનાના ધારાસભ્યોની બેઠક પણ થઇ. સૂત્રોના દાવો છે કે બધા ધારાસભ્યોને પાર્ટી માટે નિષ્ઠાની શપથ અપાવવામાં આવી છે.


બેઠક બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરી કે શિવસેના તેના મુખ્યમંત્રી પદની માગ સાથે અડગ છે અને તેમાં કોઇ બાંધછોડ નહીં કરે. આ સાથે સંજય રાઉતે કડક શબ્દોમાં એમ પણ કહ્યું કે જો ભાજપ પાસે બહુમતનો આંકડો હોય તો સરકાર બનાવી શકે છે. સૂત્રો પ્રમાણે બીજેપી આ સમયે શિવસેના વગર કોઇ માઇનોરિટી સરકાર બનાવવા નથી ઇચ્છતી.