બજાર » સમાચાર » રાજકારણ

લોકસભામાં વિના ચર્ચા ફાઇનાન્સ બિલ પાસ, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધી

ના રોજ પ્રકાશિત Mon, 23, 2020 પર 16:59  |  સ્ત્રોત : CNBC-Bajar

લોકસભામાં સોમવારે ફાઇનાન્સ બિલ 2020 કેટલાક સુધારા સાથે પાસ કરવામાં આવ્યું છે. આ અંગે સદનમાં કોઈ ચર્ચા નહીં થઈ કારણ કે તમામ રાજકીય પક્ષો એના પર રાજી હતા. વિના કોઇ ચર્ચા કેન્દ્ર સરકારની ફાઇનાન્શિયલ અને ટેક્સ પ્રપોજલને પાસ કરવામાં આવ્યો છે.


વિપક્ષી પાર્ટી ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન પર દબાણ બનાવતા રહ્યા કે કોરોના વાયરસનો સામનો યુદ્ધમાં કેન્દ્ર સરકાર રાજ્યોની કેવી રીતે મદદ કરી રહી છે.


એના પર લાગી મોહર


ફાઇનાન્સ બિલમાં સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. હાલ પેટ્રોલ મર્યાદા પર 10 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લિટર છે. હવે તેને વધારીને પેટ્રોલ પર 18 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા પ્રતિ લીટર કરાઈ છે.


પહેલા કંપનીઓએ 15 ટકા ડિવિડન્ડ ટેક્સ આપવા પડતો હતો પરંતુ આ વર્ષે બજેટમાં ઘોષણા કરવામાં આવી હતી કે જે વ્યક્તિ ડિવિડન્ડ મેળવી રહ્યો છે, તેણે જ ટેક્સ ભરવો પડશે. ફાઇનાન્સ બિલમાં પણ આ નિયમ બદલાયો ગયો છે. હવે રોકાણકારોએ ડિવિડન્ડ ટેક્સ ભરવો પડશે.


ફાઇનાન્સ બિલમાં આ પણ શામેલ છે કે જે કંપનીઓ કોઈ પણ પ્રકારનું ઇન્સેન્ટિવ નથી લેતી તેમને ફક્ત 15 ટકા કોર્પોરેટ ટેક્સ ભરવો પડશે. જો કે, સેસ અને સરચાર્જ ઉમેરવાથી તે 22 ટકાની નજીક પહોંચી ગયો છે.


કોરોના વાયરસના વધતા સંક્રામણને ધ્યાનમાં રાખીને લોકસભાને આજે સ્થગિત કરવામાં આવી છે. એના પહેલા લોકસભાનું આ બજેટ સત્ર 3 એપ્રિલ સુધી ચાલવાનું હતું.