બજાર » સમાચાર » રાજકારણ

યેદિયુરપ્પા બન્યા કર્ણાટકના મુખ્યમંત્રી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 13:57  |  સ્ત્રોત : CNBC-Bajar

કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય દળના નેતા બીએસ યેદિયુરપ્પા ગુરુવારે તેમના નક્કી કરેલા સમયે જ સવારે 9 વાગે સીએમ પદના શપથ લઈ લીધા છે. અને પહેલી કેબિનેટ બેઠકમાં એક લાખ રૂપિયા સુધીની કૃષિલોન માફ કરી છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ પદના શપથ અપાવ્યા હતા.


રાજભવન આવતા પહેલાં યેદિયુરપ્પાએ રસ્તામાં રાધા-કૃષ્ણ મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. રાજભવન પહોંચતા જ યેદિયુરપ્પાએ બીજેપી નેતાઓ સહિત રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે મુલાકાત કરી હતી. જોકે શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હાજર રહ્યા નહતા.


આ પહેલાં ગઈ કાલે મોડીરાત્રે હાઇ-એક્શન ડ્રામા વચ્ચે સુપ્રીમ કોર્ટે આજની આ શપથવિધિ પર સ્ટે મૂકવાની ના પાડી હતી. રાત્રે 2 વાગ્યે 3 જજની બેન્ચે સુનાવણી કરી હતી. જેમાં કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવી અને ભાજપ તરફથી પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ દલીલ રજૂ કરી હતી. હવે આવતી કાલે સવારે સાડા દસ વાગ્યે ફરી સુનાવણી કરવામાં આવશે.