બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: પ્રિઝમાનાં સેમ્પલ હાઉસની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 26, 2016 પર 16:58  |  સ્ત્રોત : CNBC-Bajar

જોગેશ્ર્વરી મુંબઇના વેસ્ટ્રન સબર્બનો ખાસ ભાગ છે. જોગેશ્ર્વરી, અંધેરી અને ગોરેગાંવ જેવા વિસ્તારોની એકદમ વચ્ચો વચ છે. એટલે કે ગોરગાંવની ફિલ્મ સિટી અને અંધેરીનાં પ્રાઇમ લોકેશન અહિથી ઘણા જ નજીક છે,જોગેશ્ર્વરીનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ઘણુ જ સારૂ છે.


આ ઉપરાંત કનેક્ટિવિટીની વાત કરીએ તો જોગેશ્ર્વરીની કનેક્ટિવીટી પણ ખૂબ જ સારી છે, જેવીએલઆર એટલે કે જોગેશ્ર્વરી વિક્રોલી લિન્ક રોડ આ વિસ્તાર પવઇ, આઈઆઈટી મુંબઇ થઇને ઇસ્ટર્ન અને વેસ્ટન એક્સપ્રસ વે થી સારી રીતે જોડાયેલો છે અને વેસ્ટેન રેલ્વેનું જોગેશ્ર્વરી સ્ટેશન આ વિસ્તારને મુંબઇની લાઇફ લાઇન લોકલ ટ્રેન સાથે જોડે છે.


જો ટ્રાફિક જામ ના હોયતો એરપોર્ટ માત્ર 15 મિનિટમાં પહોચી શકાય છે. આજ બધા કારણો સર ઘણા મોટા ડેવલોપર્સ દ્વારા આ વિસ્તારમાં ઘણા રેસિડન્શિયલ પ્રોજેક્ટ થયા છે અને આ જ બધા કારણોસર જોગેશ્ર્વરી રહેવા માટે લોકોની પહેલી પસંદ બની રહ્યો છે.

મુંબઇના રિયલ એસ્ટેટ માર્કેટમાં ઓબોરોય રિયલ્ટીનું નામ લકઝરી અને ભરોસામાટે જાણીતુ છે, અને મુંબઇની બદલાતી સ્કાયલાનમાં ઓબોરોય રિયલ્ટીનું ઘણુ મોટુ યોગદાન છે, હાલમાં ઓબોરોય રિયલ્ટીનાં પ્રોજેક્ટ માત્ર મુંબઇમાં જ છે પંરતુ લિસ્ટેટ રિયલ્ટી ફર્મના માર્કેટ કેપિટલનાં આધાર પર કંપનીનો સમાવેશ ટોપ ક્લાસ કંપનીમાં થાય છે. ચેરમેન વિકાસ ઓબોરોયનાં નેતૃત્વમાં કંપનીએ રિયલ એસ્ટેટ સેક્ટરમાં અલગ જ મુકામ હાસલ કર્યુ છે.


પોતાના 30 વર્ષના કાર્યકાળમાં ઓબોરોય ગ્રુપ દ્વારા સ્કુલ, હોસ્પિટલ, મોલ્સ, અને રેસિડન્શિયલ ક્ષેત્રે ઘણા શાનદાર પ્રોજેક્ટ થઇ ચુક્યાં છે. કંપની સૌથી વધુ ધ્યાન પોતાના ગ્રાહકોની સુવિધા પર આપે છે અને કદાચ એટલેજ અત્યાર સુધીમાં 40 પ્રોજેક્ટ ગ્રાહકોને હેન્ડઓવર પણ થઇ ચુક્યા છે. અને વધુ એક પ્રોજેક્ટ પ્રિઝમા જોગેશ્ર્વરીમાં નિર્માણાધિન છે.

પ્રોપર્ટી બજાર મુંબઇનાં જોગેશ્ર્વરીમાં. જોગેશ્ર્વરી મુંબઇના વેસ્ટ્રન સબર્બનો ખાસ ભાગ છે. અંધેરી અને ગોરેગાંવ જેવા વિસ્તારો નજીક જોગેશ્ર્વરીનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ઘણુ સારૂ છે. જોગેશ્ર્વરીને જેવીએલઆરનો લાભ છે. વેસ્ટન અને ઇસ્ટન એક્સપ્રેસ વે થી કનેક્ટેડ જોગેશ્ર્વરીની કનેક્ટિવીટી ખૂબ સારી છે. એરપોર્ટ નજીકનાં અંતરે આવેલું છે. જોગેશ્ર્વરીમાં ઘમા રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. પ્રિઝમા 31 માળનાં સિંગલ ટાવરનો પ્રોજેક્ટ છે.


1819 SqFt વિસ્તારમાં 4 BHK ફ્લેટ છે. પ્રવેશની પાસે છે કિચન. વિડિયો ડોર કોલની સુવિધા આપવામાં આવી છે. 25 X 17 SqFtનો લિવિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ઇપોર્ટેડ માર્બલનું ફ્લોરિંગ છે. 12 X 4 SqFtની બાલ્કનિ છે. સાઉન્ડ પ્રુફ સ્લાયડિંગ ડોર છે. લિવિંગ એરિયાની પાસે જ ડાઇનિંગ એરિયા છે. દિવાલ પર વુડન બેઝ ડિઝાઇન ફુલ સાઇઝ વિન્ડો છે. હવા ઉજાસની સારી વ્યવસ્થા કરવામાં આવી છે.


8 X 10 SqFtનું કિચન છે. કોરિયન વાઇટ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. 5.6 X 6.6 SqFtનો યુટિલિટી એરિયા છે. 5.6 X 6.6 SqFtનો સર્વન્ટ રૂમ આપવામાં આવ્યો છે. 4 X 5 SqFtનો વૉશરૂમ છે. 14.6 X 5.6 SqFtનો પેસેજ છે.


15 X 14 SqFtનો માસ્ટર બૅડરૂમ છે. TV માટેનાં પોઇન્ટ આપ્યા છે. ડબલબૅડની જગ્યા આપેલ છે. વૉડરૉબ માટેની જગ્યા છે. વુડનથીમ પર ફ્લોરિંગ છે. મિડ હાઇટ સુધી આયરન ગ્રીલ છે.
5 X 9 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ છે. એન્ટી સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 15 X 11 SqFtનો બૅડરૂમ છે. શહેર અને જંગલની હરિયાળી બન્ને નજારો જોઈ શકાય છે. 5 X 8 SqFtનો વૉશરૂમ છે.


13 X 11 SqFtનો બૅડરૂમ છે. ચોથા બેડરૂમને ફેમલિરૂમ બનાવી શકાય. 5 X 8 SqFtનો વૉશરૂમ છે. પ્રિઝમા વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. 7 લેવલ સુધી પાર્કિંગ છે. પોડિયમ પર આવશે લેન્ડ સ્કેપ એરિયા છે. જીમ અને સ્વિમિંગ પુલની સુવિધા અપાશે. હાયર સેગ્મેન્ટ માટેનો પ્રોજેક્ટ છે. રૂપિયા 2300 થી 2500/Sqftની કિંમત છે.

ઓબેરોય રિયલ્ટીનાં રોશેલ ચૌધરી સાથે વાતચિત
સ્વિમિંગપુલ અને જીમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. 7 માળ સુધી પાર્કિગ આપ્યું છે. પાર્કિગની સારી સુવિધા છે. સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા છે. ફ્લેટની કિંમત રૂપિયા 4.5 કરોડથી શરૂ થાય છે. ગ્રાહકોનો સારો પ્રતિસાદ. 50% બુકિંગ થઇ ચુક્યુ છે.


હાઇર સેગ્મેન્ટ માટેનો પ્રોજેક્ટ. લેન્ડ સ્કેપિંગની સુવિધા અપાશે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ પ્રિઝમા. જોગેશ્ર્વરી ઉપરાંત મુલુંડ અને અન્ય લોકેશન પર પ્રોજેક્ટ. જોગેશ્ર્વરીમાં બે પ્રોજેક્ટ સફળતા પુર્વક કરી ચુક્યા છે. ઓબેરોય રિયલ્ટીનો ભવિષ્યનાં પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર.