બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: નાઇટ ફ્રેન્ક રિપોર્ટ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 09, 2017 પર 10:23  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટીની લગતી તમામ જરૂરી માહિતી આપના સુધી પહોચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. આજના પ્રોપર્ટી ગુરૂમાં આપણે જાણીશું. આપણે ઘણી બધી ચર્ચા કરી મુબંઇની અને મહારાષ્ટ્રની, ગુજરાત વિશે પણ ચર્ચા કરતા આવ્યા છે. પણ ખાસ કરીને નાઇટ 


ફ્રેન્ક એક નવા રિપોર્ટ એક નવા રિસર્ચ સાથે આવ્યું છે. એના પર આજે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે બલબિર સિંહ ખાલસા, નેશનલ ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ અને બ્રાન્ચ હેડ-નાઇટ ફ્રેન્ક ઇન્ડિયા અમદાવાદ.


નાઇટ ફ્રેન્ક રિપોર્ટનાં તારણો છે. H1માં લોન્ચનાં આંકડા અત્યાર સુધીનાં નીચલા સ્તરે છે. સરકારને અફોર્ડેબલ હાઉસિંગ માટે બિલ્ડરોનો સપોર્ટ છે. 75% લોન્ચ- રૂપિયા 50 લાખથી ઓછી કિંમતનાં અફોર્ડબલ હોમ્સનાં છે. ઇન્ડસ્ટ્રીલ ક્લસ્ટર માટે પશ્ર્ચિમ અમદાવાદ પહેલી પસંદ છે.


અમદાવાદના તૈયાર મકાનોના વેચાણમાં વધારો છે. H1-2016ની સરખામણીમાં H1-2017માં સેલ્સમાં વધારો છે. રૂપિયા 25 લાખ સુધીની કિંમતના પ્રોજક્ટનાં લોન્ચ વધ્યા છે. પશ્ર્ચિમ અમદાવાદમાં વેચાણનાં આંકડા વધ્યા છે.


જીઆઈડીસી અને સાણંદનાં સેલ્સમાં નોંધપાત્ર વધારો છે. રિટેલ ઇન્ફ્લેશન કરતા રેસિડન્સિયલ પ્રાઇસ ગ્રોથ ઓછો છે. જાન્યુઆરીથી જુન સુધીમાં વેચાણ 7% વધ્યું છે. ડિમોનેટાઇઝેશન પહેલાનાં લેવલ પર વેચાણ છે. લોન્ચમાં 79% ઘટાડો નોંધાયો છે.


અમદાવાદમાં અનસોલ્ડ ઇનવેન્ટરી ઘટી છે. 57% ન્યુ લોન્ચ રૂપિયા 25લાખ સુધીની કિમંતનાં પ્રોજેક્ટ છે. 80% ન્યુ લોન્ચ રૂપિયા 50લાખ સુધીની કિમંતનાં પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં ડેવલપરનો રસ વધ્યો છે. હાલમાં અફોર્ડેબલ સેગ્મેન્ટનાં ઘણા પ્રોજેક્ટ નિર્માણાધિન છે. ગોતામાં વધુ નવા પ્રોજેક્ટ છે. નરોડા, નિકોલમાં વધુ પ્રોજેક્ટ છે.


પ્રહલાદ નગર અમદાવાદનો પોશ વિસ્તાર છે. પ્રહલાદ નગરમાં લક્ઝરી પ્રોજેક્ટ વધુ છે. જમીનની માંગ હંમેશા રહેશે છે. અફોર્ડેબલ સેગમેન્ટનું માર્કેટ વધુ છે. લક્ઝરી પ્રોજેક્ટની માંગ ઘટી છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જમીનની માંગ જળવાયેલી રહેશે. અફોર્ડેબલ હાઉસિંગને ટેક્સમાં રાહત અપાઇ છે. વિવિધ ટેક્સની જગ્યાએ જીએસટી એક માત્ર ટેક્સ લાગુ કરાયો છે.


જીએસટીને કારણે લાંબાગાળે માર્કેટને ફાયદો મળશે. બીયૂ આવી ગયુ હોય તેવા પ્રોજેક્ટ પર જીએસટી નથી લાગશે નહી. બાંધકામ હેઠળના પ્રોજેક્ટ પર 12% જીએસટી લાગશે. લક્ઝરી સેગમેન્ટમાં જીએસટીને કારણે કિંમત વધી શકે છે. અમદાવાદમાં હાલમાં જીએસટીને કારણે કિંમત પર અસર નથી. અમદાવાદની પ્રોપર્ટીની કિંમત ઘટવાની શક્યતા છે.


અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમત સ્થીર છે. હવે દરેક લોન્ચ રેરાનાં નિયમો મુજબ થશે. 70% રકમ એસ્ક્રો અકાઉન્ટમાં રાખવી ફરજીયાત છે. રેરાથી ડેવલપર્સ માટે કોસ્ટ વધી જશે. ઇન્વેન્ટરી હોલ્ડ કોસ્ટ વધી શકે છે. રેરાને કારણે પ્રોપર્ટીની કિંમત વધી શકે છે. હાલમાં ઘર ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે. રાજકોટ અને સુરતમાં ડિમોનેટાઇઝેશનની ઘણી અસર છે.


રાજકોટ અને સુરતમાં રેરાની ઘણી અસર છે. અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઝડપથી રિકવર થયું છે. સુરત, વડોદરા અને રાજકોટમાં રિકવરી આવશે. કિંમત મોંઘવારી જેટલી પણ ન વધે એનો અર્થ કિંમત વધી નથી. સુરતમાં અનસોલ્ડ ઇનવેન્ટરી વધારે છે. નવા ડેવલપમેન્ટમાં એમિનિટિઝ વધારે હોય છે. 1લી મે થી રેરાનું અમલીકરણ થયું છે.


1 જુલાઇથી જીએસટીનું અમલીકરણ થયું છે. ભવિષ્યમાં જેવી પ્રોજેક્ટ થઇ શકે છે. અમદાવાદમાં સરેરાશ કિંમત રૂપિયા 3000-3500 પર સ્ક્વેર ફીટની છે. પહેલા પ્રોપર્ટીનું રોકાણ મોટુ વળતર આપતુ હતુ. હવે પ્રોપર્ટીની કિંમત વધી નથી રહી છે.


પ્રોપર્ટીનાં રોકાણકારો માટે હાલમાં તક નથી બની રહી છે. અમદાવાદમાં રિડેવલપમેન્ટ શરૂ થઇ રહ્યું છે. જેણે રહેવા માટે ઘર લેવુ છે તેણે હાલમાં ખરીદવું હિતાવહ છે. અમદાવાદમાં ઇનવેન્ટરી ઘટતા કિંમત વધી શકે છે. હાલથી 6 મહિનાનો સમય ઘર ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે.