બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: સીએનબીસી-બજાર પર સેલિબ્રિટી હોમ્સ

ના રોજ પ્રકાશિત Sat, 19, 2016 પર 17:13  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી ગુરૂમાં આજે આપણી સાથે જે કલાકાર ઉપસ્થિત છે એ ગુજરાતી થેઇટર, ગુજરાતી મુવી, હિન્દી સિરિયલ્સ અને હિન્દી મુવિઝની એક મહાન હસતી છે. જેટલી સહેલાઈથી એ લોકોને હસાવી શકે છે એટલી જ સહેલાઈથી લોકોને રડાવી પણ શકે છે. તો ચાલો મળીએ એક્ટક-પ્રોડ્યુસર સંજ્ય ગોરાડિયાને.

સંજય ગોરાડિયાએ તેમના કેરિયરની શરૂઆત બેક સ્ટેજ આર્ટિસથી કરી છે. ત્યારબાદ પ્રોડક્શન મેનેજર બન્યા અને ત્યારબાદ એ પ્રોડ્યુસર બન્યા. બાળપણ મારૂ ખેતવાડીમાં વિત્યું છે. જેમ જંગલમાં પ્રાણીઓ મોટા થાય એવી રીતે અમે લોકો મોટા થયા છે. ભણતરનું મહત્વ જ્યારે ભણતર ચાલુ હતુ ત્યારે ન હતું સમજાયુ. જ્યારે ભણતર પૂરૂ થયુ પછી ભણતરનું મહત્વ સમજાયું. ખરેખર હું એજ્યુકેટેડ મારૂ ભણતર પૂરૂ થયા બાદ થયો છું. ત્યાર બાદ હુ બધુ શિખ્યો. પુસ્તકો વાંચ્યા.

વાંચનનો શોખ મને મારા મોસાળના ઘરે વેક્શન કરવા જતો ત્યાંથી લાગ્યો. અલી બાગમાં કોઈએ ગુજરાતીની લાઈબ્રેરી શરૂ કરી હતી. પુસ્તકો પરથી મે નાટક પણ કર્યા હતા. મારા પ્રેક્ષકોને આ બધુ કહીને જણાવા માંગુ છું કે ભણતરને વાંચન કેટલુ આપણા જીવનમાં કામ લાગે છે. એ મારા અનુભવ પરથી કહુ છું. જે આપણું આખુ જીવન બદલી શકે છે.

મને અહીની ચોખાઈ ગમી છે. 1 BHKની જગ્યા પરથી 2 BHK ની જગ્યા પર આવ્યા. મને આ ઘરમાં શાંતિ પ્રિય વાતાવરણ મળે છે. એનુ કારણ છે કે મારૂ ઘર મેન રોડ પર નથી. મને આ ઘરમાં 25 વર્ષ થયા છે. સંજય ગોરાડિયાએ નક્કી કર્યું હતુ કે તે જ્યાં સુધી પોતાનું ઘર નહીં લે ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. મે આ ઘર લીધા પછી મે 1991 ની સાલમાં લગ્ન કર્યા. અને 1992 ની સાલમાં આ ઘરમાં આવ્યા.