બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: રેરા પર વિસ્તૃત ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 03, 2017 પર 10:02  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી ગુરૂમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. આ તમામ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે મેન્ડરસ પાર્ટનર્સનાં ફાઉન્ડર અને પાર્ટનર નૌશાદ પંજવાણી. પ્રોપર્ટીગુરૂ પર રેરાને જાણો. રેરા અંગે વિસ્તૃત ચર્ચા કરીશું. રેરા ટ્યુટોરિયલ પ્રોપર્ટીગુરૂ પર છે.


મેન્ડરસ પાર્ટનર્સનાં ફાઉન્ડર અને પાર્ટનર નૌશાદ પંજવાણીનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં રેરા લાગુ થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી પહેલા રેરાનું અમલીકરણ છે. દરેક રાજ્યની રેરા વેબસાઇટ છે. રેરાથી ગ્રાહક અને ડેવલપર્સ બન્નેને લાભ છે. રેરાથી પારદર્શકતા આવશે. માહારેરાની વેબસાઇટ પરથી માહિતી મળશે. વેબસાઇટ પર નિયમો જાણી શકાશે.


ગ્રાહક માટે અલગ કેટેગરી નથી આવતી. ગ્રાહકો સિટિઝનમાં જઇ માહિતી મેળવી શકશે. પ્રમોટર અને એજન્ટ માટે કેટગરી છે. 31 જુલાઇ સુધી ચાલુ પ્રોજેક્ટ રજીસ્ટર થઇ શકશે. 2 લાખથી વધુ પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન થઇ શકશે. રેરાની દરેક માહિતી વેબસાઇટ પર છે. સૌ પ્રથમ લોગ ઇન કરવું જરૂરી છે. સિટિઝન તરીકે રજીસ્ટર થઇ શકાય છે.


દરેક માહિતી ભરવી જરૂરી છે. વિગતો ભરી રજીટ્રેશન કરી શકાશે. પેનકાર્ડ અને આધાર કાર્ડ ડિટેલ જરૂરી છે. મુંબઇ માટે ડિવિઝન કોંકણ પસંદ કરવું છે. દરેક કોલમ ભરવી ફરજીયાત છે. પ્રોફાઇલ સેવ કરી લેવી છે. પ્રોજેક્ટ કે એજન્ટની માહિતી મેળવી શકાશે. એજન્ટનું રજીસ્ટ્રેશન જાણી શકાશે. બ્રોકરના રજીસ્ટ્રેશન હોવા આવશ્યક છે. અનરજીસ્ટર્ડ એજન્ટ દ્વારા વેચાણ અશક્ય છે. એજન્ટ સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકશે.


એજન્ટને 5 વર્ષ સુધીનું પ્રમાણપત્ર મળશે. જુના ફ્લેટનું વેચાણ એજન્ટ કરી શકશે. એજન્ટ માટે રૂપિયા 10 હજારની ફી લાગુ થશે. થાણેનાં અમુક પ્રોજેક્ટ રજીસ્ટર થયા છે. પ્રોજેક્ટની માહિતી વેબસાઇટ પર જોઇ શકાશે. પ્રોજેક્ટ પુરો થવાની તારીખ જાણી શકાશે. જાણો 31 સીમ પ્રોજેક્ટની તમામ માહિતી રેરા વેબસાઇટ પર છે. પાર્કિંગની માહિતી વેબસાઇટ પર છે.


બુક થયેલા ફ્લેટની માહિતી જાણી શકાશે. પ્રોજક્ટ સાથે જોડાયેલા પ્રોફેશનલને જાણી શકાશે. લિગલ ટાઇટલ ડાઉનલોડ કરી જોઇ શકાય છે. લે આઉટ અપ્રુઅલ જોઇ શકાશે. રેરાથી ગ્રાહકોને મળશે સુરક્ષા છે. રેરા ગ્રાહકોનાં હિતની કરશે રક્ષા છે. રેરા મૂજબ કાર્પેટ એરિયા જણાવવો ફરજીયાત છે. સ્ટાન્ડર્ડ એગ્રીમેન્ટ વેબસાઇટ પર છે. સીસી, ઓસી પણ વેબસાઇટ પર જોઇ શકાશે.