બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી બિલ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 21, 2016 પર 16:34  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી ગુરૂમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. હાલમાં જ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી બિલ પાસ થયું છે, તેમા ઘણા પરિવર્તનો આવ્યા છે. આ અંગે ડેવલપર્સનું શું માનવું છે તે અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે MCHI,CREDAIના પ્રેસિડેન્ટ ધર્મેશ જૈન અને જેએલએલ પ્રોપર્ટી કંસલ્ટન્સના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ જીગર મોતા.


ધર્મેશ જૈનનું કહેવુ છે કે રેગ્યુલેટરી બિલ ગ્રાહકની સુરક્ષા માટેનું બિલ છે. રેગ્યુલેટરી બિલ પ્રમાણે પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન ફરજીયાત. પ્રમોટરે ઓથોરેટીને પોતાની દરેક જાણકારી આપવી પડશે. એડવર્ટાઇઝમેન્ટની ડિટેલ પણ ઓથોરીટીને આપવી પડશે. વેચાણ માત્ર પ્રતિ SqFt પ્રમાણે જ કરવુ પડશે. બિલ્ડરે 70% નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં રાખવા પડશે. નિયમભંગ થતા અકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે.


જીગર મોતાનું કહેવુ છે કે સામાન્ય રીતે મોટા ડેવલપર્સને કોઈ સમસ્યા નહિં સર્જાય. ઘણા ગ્રાહકોની ફરીયાદ હતી કે ઘરનું પ્લાનીંગ ખરીદતા સમયે અને પઝેશન સમયે અલગ છે. હવેથી ડેવલપર્સને ખુબ ચોક્કસાઈ પૂર્વક કામ કરવું પડશે. જેમના પ્રોજેક્ટ પૂર્ણ થવા પર છે તેઓ જલ્દી જ પ્રોજેક્ટ સબમિટ કરશે. હવેથી ટ્રાન્સપરન્સી વધશે તેવું લાગે છે. જેઓ ગુણવત્તામાં બાંધછોડ કરતા હતાં તેમને સમસ્યા આવી શકે છે. દરેક ડેવલપર્સ માટે આ ઈન્ડસ્ટ્રીમાં ટકવું મુશ્કેલ છે.