બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: RERAના અમલની સમીક્ષા ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજો સાથે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 28, 2018 પર 14:01  |  સ્ત્રોત : CNBC-Bajar

RERAનાં અમલને થયું એક વર્ષ. 1 વર્ષ પછી RERAનું રિયાલિટી ચેક. કેવી રહી RERAની અસર પ્રોપર્ટી માર્કેટ પર? આવો જોઈએ RERAના અમલની સમીક્ષા ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજો સાથે.

RERAની ગ્રાઉન્ડ રિયાલિટી છે. મહારાષ્ટ્રમાં RERA રહ્યું સફળ. RERAનાં દરેક કામકાજ ઓનલાઇન છે. દેશભરમાં કુલ 25000 રજીસ્ટ્રેશન છે. મહારાષ્ટ્રમાં 15000 રજીસ્ટ્રેશન છે. મહાRERAમાં ફરિયાદનું નિવારણ 3 મહિનામાં છે. કંન્સિલેશન કમિટી બને છે. 2 મહિનામાં 22 કેસનું નિવારણ લવાયું છે. મહારાષ્ટ્રમાં સૌથી પહેલા RERAનું અમલીકરણ છે.

હિરાનંદાણી ગ્રુપના પ્રેસિડેન્ટ અને એમડી નિરંજન હિરાનંદાણીનું કહેવુ છે કે મહારાષ્ટ્રમાં કન્સિલેશન કમિટી બનાવાય છે. ફરીયાદી રકન્સિલેશન કમિટીમાં જઇ શકે છે. ગ્રાહક અને ડેવલપર વચ્ચેનો સેતુઆ કમિટી છે. મોટાભાગની ફરિયાદનું નિરાકરણ થાય છે. ગ્રાહક અને ડેવલપર વ્ચેચ કમ્યુનિકેશન જરૂરી છે. રિડેવલપમેન્ટ ધીમે ધીમે RERA હેઠળ આવશે.

ડેવલપરને નડતી સમસ્યાઓ દુર કરવી જોઇએ. રાઇટ ટુ સર્વિસનું અમલીકરણ જરૂરી છે. મુંબઇમાં નવું DP પ્લાન લવાયું છે. નવું DP હાઉસિંગ ફોર ઓલ માટે જરૂરી છે. મુંબઇમાં અફોર્ડેબલ ઘર માટે મોટુ બુસ્ટ છે. મુંબઇની FSI વધારાઇ છે. નો ડેવલપમેન્ટ ઝોન માટે રાહત અપાઇ. મુંબઇમાં ઘર બનાવવા ઘણી જગ્યા હવે મળશે.

ક્રેડાઈ નેશનલનાં પ્રેસિડન્ટ જક્ષય શાહનું કહેવુ છે કે RERA આઝાદી પછીનું મોટુ રિફોર્મ છે. નવો કાયદો આવતા એન્ઝાયટી વધે છે. RERAનાં સેક્શન 91માં અમૂક સુધારા જરૂરી છે. RERAનું અમલીકરણ દેશભરમાં થવું જોઇએ. ગ્રાહકનાં વિશ્ર્વાસમાં વધારો થઇ રહ્યો છે. રિયલ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળે તે જરૂરી છે. ઇન્ડસ્ટ્રી RERA, GST અને નોટબંધીની અસરમાં છે.

RERAનું અમલીકરણ દરેક રાજ્યમાં થવું જોઇએ. જમીનની કિંમત, પાર્કિંગ વગેરે મુદ્દા પર ધ્યાન અપાવુ જોઇએ. ગ્રાહક અને ડેવલપરને સરકારની સહાય મળવી જોઇએ. દરેક રાજ્યનું ભૂગોળ અલગ છે. રાજ્ય પ્રમાણે અલગ અલગ નિયમો જરૂરી છે. રાજ્યસરકાર લોકલબોડી સાથે મળી કામ કરવું પડશે. અમૂક નિયમોમાં ક્લેરિફિકેશન જરૂરી છે. RERAનું અમલીકરણ સફળ રહ્યું છે

પ્રોજેક્ટને બચાવી ગ્રાહકોને બચાવી શકાય. ગુજરાતમાં છેતરામણીનાં કેસ ઘણા ઓછા છે. RERAનું અમલીકરણ ખૂણે ખૂણે સુધી થવું જોઇએ. RERAનું અમલીકરણ દરેક જગ્યાએ થવું જોઇએ. RERAનું અમલીકરણ વ્યવહારિક હોવા જોઇએ. ઓનલાઇન મંજૂરી ખૂબ જરૂરી છે. તેલંગાણામાં 14 દિવસમાં મંજૂરી અપાય છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનાં પ્રયાસ જરૂરી છે.


નવા લોન્ચમાં ઘટાડો થયો છે. ટિયર 2,3,4 સિટીમાં RERAની જાગૃતતા જરૂરી છે. સરકારે નાના ડેવલપરનું ધ્યાન રાખવું જોઇએ. ગુજરાતમાં કોમન GDCRનું અમલીકરણ થયુ છે. ડેવલપર માટે કેશફ્લો મેનેજ કરવું મુશ્કેલ છે.