બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: ઘર ખરીદવા માટેનો યોગ્ય સમય

ના રોજ પ્રકાશિત Sat, 28, 2016 પર 15:59  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી ગુરૂમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. ઘર ખરીદવુ એ દરેકનુ સપનુ હોય છે.અને ઘર ખરીદવા માટે આપણે ઘણા લાંબા સમયથી આયોજન કરતા હોઇએ છીએ. ઘર ખરીદનાર માટે ઘર ખરીદવાનો યોગ્ય સમય ખૂબ જ મહત્વનો બની રહે છે.


હાલમાં પ્રોપર્ટીના ગ્રાહકોના હિત માટે રિયલ એસ્ટેટ બિલ જેવા કાયદાઓ પણ બની રહ્યાં છે. તો આવા સંજોગોમાં શું ખરેખર ઘર ખરીદવાનો યોગ્ય સમય આવી ગયો છે આ અંગે આજે આપણે ચર્ચા કરીશુ અને આપણી સાથે આ ચર્ચામાં જોડાશે મેન્ડરસ પાર્ટનર્સનાં ફાઉન્ડર અને મેંનેજીંગ પાર્ટનર નૌશાદ પંજવાની. આજે આપણે વાત કરીશું- ઘર ખરીદવાની તક અંગે.

નૌશાદ પંજવાનીનાં મતે ઘર રહેવા માટે અને રોકાણ માટે બે હેતુથી ખરીદાય છે. ભારતનાં ઘણા લોકો પાસે ઘર નથી. ભારતમાં અફોર્ડેબલ હાઉંસિગને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. 2016માં 2013 વર્ષની કિંમતો જ ચાલી રહી છે. જો ફુગાવોનો દર ગણીએ તો 22% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. લોનનાં વ્યાજદર ઘટી રહ્યાં છે.

હાલમાં ઘર ખરીદનાર માટે ઘણા પાસા સકારાત્મક બની રહ્યાં છે. દરેક શહેરની અફોર્ડેબલિટી જુદી જુદી હોય છે. મુંબઇમાં રૂપિયા 1 કરોડ સુધીમાં ઘર મળવા મુશ્કેલ બન્યા છે. લોકોનાં પગારમાં 3 વર્ષમાં 25% વધારો થયો છે. લોકોની આવક વધતા ઘર ખરીદવાની ક્ષમતા વધી રહી છે. હોમ લોન પર વ્યાજ દર હજુ ઘટવાની શક્યતા છે.

માર્કેટમાં તૈયાર ઘરની માંગ વધી શકે છે. ઘર ખરીદવા માટે આખો માહોલ અસરકારક હોય છે. દેશમાં હાઉસિંગ માટે સકારાત્મક માહોલ બની રહ્યો છે. દેશની જીડીપી પણ વધી રહી છે, દેશનો વિકાસ વધી રહ્યો છે. દરેક રીતે રિયલ એસ્ટેટ માટે સારો માહોલ બની રહ્યો છે. 7માં પે કમિશનનો અમલ જુન જુલાઇથી શરૂ થશે. ભારતના રિયલ એસ્ટેટમાં સારો માહોલ બની રહ્યો છે. માર્કેટમાંથી સ્પેક્યુલેટર હટી રહ્યાં છે.