બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂઃ ભુજની પ્રોપર્ટી અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 13, 2016 પર 10:41  |  સ્ત્રોત : Moneycontrol.com

કિરીટ સોમપુરાનાં મતે ભૂકંપ પહેલા કચ્છ 6,7 કિમી વિસ્તારમાં હતુ. ભૂકંપથી કચ્છ અને ભુજને ઘણુ નુકસાન થયુ હતુ. ગુજરાત સરકાર દ્વારા ભુજને ઉભા કરવાનાં પ્રયાસો થયા છે. ભુજને કેન્દ્ર સરકાર, એનજીઓ અને લોકોનો સહયોગ મળ્યો છે. ભૂકંપ પછી ભુજની નવી ટીપી તૈયાર કરવામાં આવી. રિલોકેશન સાઇટ વિકસાવવામાં આવી. સરકાર દ્વારા કચ્છના ટુરીઝમને પ્રોત્સાહન અપાયુ. કચ્છને ડુંગર, દરિયો અને રણ ત્રણેયનો લાભ મળે છે. હોનારત પછી ભુજ ઘણુ વિકસ્યુ છે.

ભુજમાં ભૂકંપ પહેલા ઘણા ઉચા મકાનો હતા. સલામત વિકાસ માટે ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના થઇ. ઓથોરિટીદ્વારા ભુજમાં ગ્રાઉન્ડ અને 1માળની જ મંજૂરી છે. હાલ ભુજ 56 કિમી વિસ્તારમાં છે. ભુજમાં નવા રોડ બન્યા છે. ભુજમહાનગર તરફ આગળ વધી રહ્યુ છે. ભુજમાં યુનિવર્સિટી પણ આવી ગઇ છે. ભુજ રેલ્વે દ્વારા પણ જોડાઇ રહ્યું છે.

ભુકંપ પહેલા એફએસઆઈની મર્યાદા નથી. હાલ ભુજમાં 1.25 થી 1.40ની એફએસઆઈ મળે છે. હાઉસિંગ બોર્ડનાં મકાનો અફોર્ડેબલ ઘરનાં પ્રોજેક્ટ છે. ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળનાં મકાનો બન્યા છે. નવા ટીપી માટે સરકારના પ્રયાસ કર્યાં છે. લોકોનો સહકાર પણ મળ્યો છે.


ભુજની ચાર સાઇટ પર વિવિધ યોજના હેઠળ લોકોને ઘર અપાઇ રહ્યાં છે. રાજીવ આવાસ યોજના સરકાર અને એનજીઓ દ્વારા ચાલી રહી છે. હાલમાં ભુજનું ડીપી રિવાઇઝ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ ભુજ 56 કિમી વિસ્તારમાં છે. જુની ડીપીની ક્ષતિ નિવારવા માટે પણ ધ્યાન અપાશે.

ભુજમાં ટુરિઝમ વધતા ઘણા લાભ મળ્યા છે. ભુજમાં હોટલનો વ્યવસાય વિકસી રહી છે. ભુજની નવી ટીપી સ્કીમ બની રહી છે. સારા ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે ભુજથી 8 કિમીમાં અફોર્ડેબલ ઘર મળશે. સરકાર અને ભુજ ડેલવોપમેન્ટ ઓથોરિટીઅફોર્ડેબલ ઘર માટે પ્રયાસ કરી રહ્યાં છે.

રાજેશ ભટ્ટનાં મતે ભૂજમાં ભૂકંપથી ઘણુ નુકશાન થયુ. ભૂકંપબાદ ભુજનુ ડેવલોપમેન્ટ થયુ. ઉદ્યોગો ભુજમાં આવતાલોકો પણ ભુજ આવ્યા. ભુજનું નવસર્જન ખૂબ સારૂ થયુ છે. અબ્દુલ કલામે પણ ભુજના વખાણ કર્યાં હતા. કચ્છમાં પહેલા પથ્થરનાં ઘર બનતા હતા. ભૂકંપમાં પથ્થરને કારણે ઇજા વધુ થઇ હતી. હવે ઇટોનુ ચલણ વધ્યુ છે. સરકારનાં બધા બિલ્ડિંગમાં ફ્લાય એસ બ્રીકનો ઉપયોગ થયો. નાની ઇટોથી ઇજાઓ ઓછી થાય છે.

જમીનની કિંમત વધતા હાલ પ્રોપર્ટીની કિંમત ખૂબ વધુ છે. ભુજમાં મધ્યમ વર્ગ માટે ઘર બનાવવું મુશ્કેલ છે. ભુજમાંઘણી બધી બેન્કો છે. બેન્ક લોન આપે છે અને મોટા ભાગનાં લોકો હોમલોન લે છે. સરકાર હાઉસિંગ પર રાહત આપે એવી અપેક્ષા છે. 200-400 એસએફટીમાં કમર્શિયલ દુકાનો બને છે. હાલ કમર્શિયલ પ્રોપર્ટીની કિંમત 10% જેટલી વધી ગઇ છે.

સંદિપ ગોરનાં મતે ભુજમાં 100 વારનાં પ્લોટ પર બાંધકામ થઇ રહ્યાં છે. એફએસઆઈ વધે તો
અફોર્ડેબલ ઘર વધુ બની શકે. હાલમાં ભુજમાં અફોર્ડેબલ ઘર નથી મળી શકતા. સરકારનાં અફોર્ડેબલ હાઉસિંગની સાઇટ પાસે ડેવલોપમેન્ટ થઇ રહ્યું છે. નવી ડીપીમાં નવા રસ્તા બનતા વધુ ડેવલોપમેન્ટ થશે. એફએસઆઈ વધેતો અફોર્ડેબલ ઘર બની શકશે. ભુજમાં ઘરની કિંમત રૂપિયા 10 લાખથી શરૂ થાય છે. 1 બીએચકે રૂપિયા 10-12 લાખમાંમળી શકે.