Budget 2023 : આગામી કેન્દ્રીય બજેટમાં રેલ મુસાફરોને મોટો ફાયદો મળી શકે છે. સરકાર હાઈ સ્પીડ ટ્રેનોની સંખ્યા વધારવા માંગે છે. કેન્દ્રીય બજેટ 2023માં તેની જાહેરાત થઈ શકે છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પહેલાથી જ ઘણા રૂટ પર દોડી રહી છે. બજેટમાં સરકાર ઘણા નવા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જાહેરાત કરી શકે છે. આગામી બજેટમાં રેલવે માટે ફાળવણીમાં પણ વધારો થવાની ધારણા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ બજેટ રજૂ કરશે.