બજાર » સમાચાર » પરિણામ-અનુમાન

બજાર અનુમાન: કેવા રહેશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પરિણામ

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 10:05  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે આવવાળા પરિણામોથી પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફરી સૌથી વધારે માર્કેટ કેપ વાળી કંપની બની ગઈ છે. જ્યાં બીજા ક્વાર્ટરમાં કેવા રહેશે કંપનીના પરિણામ આવો જોઈએ.

સીએનબીસી-બજારના અનુમાનના મુજબ નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો 4.6 ટકા ઘટીને 8385 કરોડ રૂપિયા રહી શકે છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો 9079 કરોડ રૂપિયા રહ્યો હતો. તમને જણાવી દઈએ કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 1100 કરોડ રૂપિયાનો એકમુશ્ત નફો થયો હતો.

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવક 5.8 ટકા ઘટીને 85260 કરોડ રૂપિયા રહી શકે છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવક 90537 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના એબિટડા 12554 કરોડ રૂપિયાથી વધીને 13178 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 13.9 ટકાથી વધીને 15.4 ટકા રહેવાનું અનુમાન છે.

ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રૉસ રિફાઈનિંગ માર્જિન 12.8 ડૉલર પ્રતિ બેરલથી વધીને 13 ડૉલર પ્રતિ બેરલ રહેવાનું અનુમાન છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પરિણામોમાં રિલાયન્સ જીયોના નાણાકીય આંકડાઓ પર નજર રહેશે. સાથે જ કંપનીના રિટેલ કારોબારની ડિટેલ પર બજારની નજર રહેશે.

ડિસ્કલોઝર: મનીકંટ્રોલ ડૉટ કૉમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડના સ્વામિત્વ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પાસે જ છે.