બજાર » સમાચાર » પરિણામ

જેએસપીએલને ₹218.6 કરોડની ખોટ

ના રોજ પ્રકાશિત Sat, 18, 2020 પર 14:20  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં જેએસપીએલને 218.6 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. જ્યારે નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ 87.24 કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં જેએસપીએલની આવક 2.8 ટકા ઘટીને 9299.8 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં જેએસપીએલની આવક 9565.6 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં જેએસપીએલના એબિટડા 2076.9 કરોડ રૂપિયાથી ઘટીને 1819.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં જેએસપીએલના એબિટડા માર્જિન 21.7 ટકાથી ઘટીને 19.6 ટકા રહ્યા છે.