બજાર » સમાચાર » પરિણામ

અદાણી પાવરનો નફો 3.9 કરોડ ઘટ્યો

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 16:01  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરનો નફો ઘટીને 3.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરનો નફો 386.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 16.7 ટકાથી ઘટીને 5915.7 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 7104.2 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરના એબિટડા 2253.1 કરોડ રૂપિયાથી ઘટીને 1348.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરના એબિટડા માર્જિન 31.7 ટકાથી ઘટીને 22.8 ટકા રહ્યા છે.