Asian Paints Q3: નફો 62.3% વધ્યો, આવક 25.2% વધી
ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 14:55 | સ્ત્રોત : Moneycontrol.com
નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સનો નફો 62.3 ટકા વધીને 1,265.4 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સનો નફો 779.7 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સની રૂપિયામાં આવક 25.2 ટકા વધીને 6788.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સની રૂપિયામાં આવક 5420 કરોડ રૂપિયા રહી હતી.
વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બરમાં એશિયન પેંટ્સના એબિટડા 1189.5 રૂપિયાથી વધીને 1787.9 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેંટ્સના એબિટ માર્જિન 22 ટકાથી વધીને 26.3 ટકા રહ્યા છે.