બજાર » સમાચાર » પરિણામ

બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કને ₹112.1 કરોડની ખોટ

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 15:48  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કને 112.1 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કનો નફો 789.6 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કની વ્યાજ આવક 16.6 ટકા વધીને 6102 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કની વ્યાજ આવક 5232.1 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના ગ્રૉસ એનપીએ 5.25 ટકા થી ઘટીને 5.03 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના નેટ એનપીએ 2.04 ટકાથી ઘટીને 1.99 ટકા રહ્યા છે.

રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના ગ્રૉસ એનપીએ 29405 કરોડ રૂપિયાથી ઘટીને 29071 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના નેટ એનપીએ 11037 કરોડ રૂપિયાથી વધીને 11138 કરોડ રૂપિયા રહ્યા છે.

ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કની પ્રોવિઝનિંગ 3814.6 કરોડ રૂપિયાથી ઘટીને 3518.4 કરોડ રૂપિયા રહી છે, જોકે વર્ષના આધાર પર એક્સિસ બેન્કની પ્રોવિઝનિંગ 2927.4 કરોડ રૂપિયા રહી હતી.