બજાર » સમાચાર » પરિણામ

બજાજ ફાઈનાન્સનો નફો 61% વધ્યો, વ્યાજ આવક 40% વધી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 14:12  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સનો નફો 61 ટકા વધીને 720.9 કરોડ રૂપિયા રહ્યા છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સનો નફો 449 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સની વ્યાજ આવક 40 ટકા વધીને 2365 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્શિયલની વ્યાજ આવક 1689 કરોડ રૂપિયા રહી હતી.

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સની એયૂએમ 34 ટકા વધીને 80444 કરોડ રૂપિયા રહ્યા છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સની એયૂએમ 60196 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સના ગ્રૉસ એનપીએ 1.67 ટકા થી ઘટીને 1.48 ટકા રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સના નેટ એનપીએ 0.53 ટકાથી ઘટીને 0.38 ટકા રહ્યા છે.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સના પ્રૉવિઝનિંગ કવરેજ રેશ્યો 68 ટકાથી વધીને 75 ટકા રહ્યો છે.