બજાર » સમાચાર » પરિણામ

બંધન બેન્કને 731 કરોડનો નફો

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 14:26  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં બંધન બેન્કને 731 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં બંધન બેન્કનો નફો 331 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં બંધન બેન્કની વ્યાજ આવક 37 ટકા વધીને 1540.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં બંધન બેન્કની વ્યાજ આવક 1124 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બંધન બેન્કના ગ્રૉસ એનપીએ 1.76 ટકા થી વધીને 1.93 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બંધન બેન્કના નેટ એનપીએ 0.56 ટકાથી વધીને 0.81 ટકા રહ્યા છે.


રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બંધન બેન્કના ગ્રૉસ એનપીએ 1064.2 કરોડ રૂપિયાથી વધીને 1182 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બંધન બેન્કના નેટ એનપીએ 336.9 કરોડ રૂપિયાથી વધીને 491.4 કરોડ રૂપિયા રહ્યા છે.


ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બંધન બેન્કની પ્રોવિઝનિંગ 145.5 કરોડ રૂપિયાથી વધીને 295 કરોડ રૂપિયા રહી છે, જો કે વર્ષના આધાર પર બંધન બેન્કની પ્રોવિઝનિંગ 377.64 કરોડ રૂપિયા રહી હતી.