બજાર » સમાચાર » પરિણામ

બંધન બેન્ક: નફો 45.6% વધ્યો, વ્યાજ આવક 36% વધી

ના રોજ પ્રકાશિત Fri, 19, 2019 પર 15:23  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બંધન બેન્કનો નફો 45.6% વધીને 701.1 કરોડ રૂપિયાનો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં બંધન બેન્કનો નફો 481.7 કરોડ રૂપિયાનો રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બંધન બેન્કની વ્યાજ આવક 36 ટકા વધીને 1410.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં બંધન બેન્કની વ્યાજ આવક 1037.2 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં બંધન બેન્કના ગ્રૉસ એનપીએ 2.04 ટકાથી ઘટીને 2.02 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં બંધન બેન્કના નેટ એનપીએ 0.58 ટકાથી ઘટીને 0.56 ટકા રહ્યા છે.


રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં બંધન બેન્કના ગ્રૉસ એનપીએ 819.6 કરોડ રૂપિયાથી વધીને 851 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં બંધન બેન્કના નેટ એનપીએ 228.3 કરોડ રૂપિયાથી વધીને 232.3 કરોડ રૂપિયા રહ્યા છે.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં બંધન બેન્કના પ્રોવિઝન 153.3 કરોડ રૂપિયાથી ઘટીને 125.4 કરોડ રૂપિયા રહ્યા છે.