બજાર » સમાચાર » પરિણામ

બેન્ક ઑફ બરોડાને 991.4 કરોડની ખોટ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 17:19  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાને 991.4 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાને 3102.3 કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાની વ્યાજ આવક 26.6 ટકા વધીને 5067 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાની વ્યાજ આવક 4002.3 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાના ગ્રૉસ એનપીએ 11.01% થી ઘટીને 9.61% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાના નેટ એનપીએ 4.26% થી ઘટીને 3.33% રહ્યા છે.

રૂપિયામાં જોઈએ તો ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાના ગ્રૉસ એનપીએ 53184.3 કરોડ રૂપિયાથી ઘટીને 48232.8 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાના નેટ એનપીએ 19130.5 કરોડ રૂપિયાથી ઘટીને 15609.5 કરોડ રૂપિયા રહ્યા છે.

ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાની પ્રોવિઝનિંગ 2794.2 કરોડ રૂપિયાથી વધીને 2794.2 કરોડ રૂપિયા રહી છે, જોકે ગત વર્ષના ચોથા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાની પ્રોવિઝનિંગ 6672 કરોડ રૂપિયા રહી હતી.