બજાર » સમાચાર » પરિણામ

બેન્ક ઑફ બરોડાનો નફો 35.6% ઘટ્યો

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 16:24  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાનો નફો 35.6% થી ઘટીને 355.4 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાનો નફો 552.1 કરોડ રૂપિયા રહ્યા હતી.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાની વ્યાજ આવક 8.6% વધીને 3720.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાની આવક 3426.1 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાના ગ્રોસ એનપીએ 11.4% થી ઘટીને 11.16% રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાના નેટ એનપીએ 5.17% થી ઘટીને 5.05% રહ્યા છે.


રૂપિયા પર નજર કરે તો ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાના ગ્રોસ એનપીએ 46172.8 કરોડ રૂપિયા થી વધીને 46306.8 કરોડ રૂપિયા થઇ ગયા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાના નેટ એનપીએ 19519.3કરોડ રૂપિયાથી વધીને 19572.6 કરોડ રૂપિયા થઇ ગયા છે.


ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાના પ્રોવિઝનિંગ 2368.1 કરોડ રૂપિયા થી ઘટીને 2329.4 કરોડ રૂપિયા રહી છે, ડો કે ગત વર્ષના બીજા ક્વાર્ટરમાં બેન્ક ઑફ બરોડાના પ્રોવિઝનિંગ 1795.8 કરોડ રૂપિયા રહી હતી.