બજાર » સમાચાર » પરિણામ

બીએએસએફ ઈન્ડિયાને ₹173.1 કરોડનો નફો

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 15:01  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં બીએએસએફ ઈન્ડિયાને 173.1 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં બીએએસએફ ઈન્ડિયાને 19.4 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં બીએએસએફ ઈન્ડિયાની આવક 12.6 ટકા વધીને 1455.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં બીએએસએફ ઈન્ડિયાની આવક 1291.9 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બીએએસએફ ઈન્ડિયાના એબિટડા 52.7 કરોડ રૂપિયાથી વધીને 114.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બીએએસએફ ઈન્ડિયાના એબિટડા માર્જિન 4.1 ટકાથી વધીને 7.9 ટકા રહ્યા છે.