બજાર » સમાચાર » પરિણામ

બાટા ઈન્ડિયા: નફો 51.4% વધ્યો, આવક 5.5% વધી

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 17:30  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાનો 51.4 ટકા વધીને 103.2 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાનો નફો 68.1 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાની આવક 5.5 ટકા વધીને 778.7 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાની આવક 674 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાના એબિટડા 111.5 કરોડ રૂપિયાથી વધીને 163.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાના એબિટડા માર્જિન 16.5 ટકાથી વધીને 21 ટકા રહ્યા છે.