બજાર » સમાચાર » પરિણામ

Britannia Q1: નફો 28.7% ઘટ્યો, આવક 0.5% ઘટી

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં બ્રિટાનિયાનો નફો 28.7 ટકા ઘટીને 387 કરોડ રૂપિયા રહ્યો છે.
ના રોજ પ્રકાશિત Sat, 31, 2021 પર 13:15  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં બ્રિટાનિયાનો નફો 28.7 ટકા ઘટીને 387 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના પહેલા ક્વાર્ટરમાં બ્રિટાનિયાનો નફો 542.7 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 પહેલા ક્વાર્ટરમાં બ્રિટાનિયાની આવક 0.5 ટકા ઘટીને 3,403.5 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2021 પહેલા ક્વાર્ટરમાં બ્રિટાનિયાની આવક 3,421 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં બ્રિટાનિયાના એબિટા 717.6 કરોડ રૂપિયાથી ઘટીને 553.8 કરોડ રૂપિયા થઇ ગયા છે તો એબિટા માર્જિન 20.5 ટકાથી ઘટીને 16.3 ટકા રહ્યા છે.