CANARA BANK Q3 RESULT: બેન્કને 2,881.5 કરોડનો નફો, નેટ NPAમાં થયો ઘટાડો - canara bank q3 result bank earns rs 28815 crore net npas down | Moneycontrol Gujarati
Get App

CANARA BANK Q3 RESULT: બેન્કને 2,881.5 કરોડનો નફો, નેટ NPAમાં થયો ઘટાડો

CANARA BANKના વર્ષના આધાર પર નફો ત્રીજા ક્વાર્ટરમાં વધીને 2881.5 કરોડ રૂપિયા રહ્યા છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં બેન્કનો નફો 1,502.1 કરોડ હતો. કેનેરા બેન્કની વ્યાજની આવક નાણાકીય વર્ષ 2023 ની ત્રીજા ક્વાર્ટરમાં વધીને 8,599.9 કરોડ રૂપિયા રહ્યા જ્યારે ગત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તે 6,945 કરોડ રૂપિયા રહી હતી.

અપડેટેડ 12:14:15 PM Jan 24, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ઈન્ડિયન પબ્લિક સેક્ટરની બેન્ક કેનેરા બેન્ક (Canara Bank)એ આજે એટલે કે 23 જાન્યુઆરી 2023એ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. બેન્કનો નફો અનુમાનથી વધારે રહ્યા છે. ત્રીજા ક્વાર્ટર દરમિયાન કેનેરા બેન્કના વ્યાજથી આવક પણ વધી છે. કુલ મળીને બેન્કના પરિણામથી સારી રહી છે. બેન્કના નફા પર નજર કરે તો ત્રીજા ક્વાર્ટરમાં બેન્કનો નફો 2,881.5 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે તેના 2,611 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. ત્રીજા ક્વાર્ટરમાં એટલે કે ડિસેમ્બર ક્વાર્ટરના દરમિાન બેન્કની NII 8,599.9 કરોડ રૂપિયા રહી જ્યારે આ વિષયે બેન્કની NII 7856.3 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો.

    વર્ષના આધાર પર કેનેરા બેન્કનો નફો નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં વધીને 2881.5 કરોડ રૂપિયા રહ્યો જ્યારે ગત વર્ષના ત્રીજા બેન્કનો નફો 1502.1 કરોડ રૂપિયા રહ્યા હતા.

    વર્ષના આધાર પર કેનેરા બેન્કની વ્યાજ આવક (NII) નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં વધીને 8599.9 કરોડ રૂપિયા રહી જ્યારે ગત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજ આવક 6945 કરોડ રૂપિયા રહી હતી.

    ક્વાર્ટરના આધાર પર ગ્રૉસ એનપીએ ઘટીને 5.89 ટકા રહી જ્યારે બીજા ક્વાર્ટરમાં ગ્રૉસ NPA 6.37 ટકા રહી હતી. જ્યારે બેન્કનો નેટ NPA ઘટીને 1.96 ટકા રહ્યા છે જ્યારે બીજા ક્વાર્ટરમાં બેન્કના નેટ NPA 2.19 ટકા રહ્યા હતા.

    ક્વાર્ટરના આધાર પર કેનેરા બેન્ક (Canara Bank)ના નેટ NPA નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને 15981.7 કરોડ રૂપિયા રહ્યા જ્યારે બીજા ક્વાર્ટરમાં બેન્કનો નેટ NPA 17,286.1 કરોડ રૂપિયા રહ્યા હતા.


    ક્વાર્ટરના આધાર પર કેનેરા બેન્કનો ગ્રૉસ NPA નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને 50142.8 કરોડ રૂપિયા રહ્યો જ્યારે બીજી ક્વાર્ટરમાં બેન્કનો ગ્રૉસ NPA 52,485.1 કરોડ રૂપિયા રહ્યા હતા.

    ડિસ્ક્લેમર: (અહીં આપેલી જાણકારી માત્ર માહિતીના હેતુ માટે આપી રહ્યા છે. અહીં કહેવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા રોકાણ કરવાની કોઈ પણ સલાહ આપવામાં નહીં આવે)

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 23, 2023 2:14 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.