બજાર » સમાચાર » પરિણામ

Ceat Q3: નફો 2.5 ગણો વધ્યો, આવક 26.1% વધી

ના રોજ પ્રકાશિત Tue, 19, 2021 પર 15:38  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં સિએટનો નફો 2.5 ગણો વધીને 132.1 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં સિએટનો નફો 52.8 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં સિએટની રૂપિયામાં આવક 26.1 ટકા વધીને 2221.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં સિએટની રૂપિયામાં આવક 1762 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બરમાં સિએટના એબિટડા 183.2 રૂપિયાથી વધીને 327.7 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સિએટના એબિટ માર્જિન 10.4 ટકાથી વધીને 14.7 ટકા રહ્યા છે.