બજાર » સમાચાર » પરિણામ

સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયાને રૂપિયા 2477.4 કરોડની ખોટ

ના રોજ પ્રકાશિત Thu, 16, 2019 પર 10:59  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેન્કને 2477.4 કરોડ રૂપિયાની ખોટ થઇ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેન્કને 2113.5 કરોડ રૂપિયાની ખોટ થઇ હતી.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેન્કની વ્યાઝ આવક 6.8 ટકા વધીને 1602 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેન્કની વ્યાઝ આવક 1499.9 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેન્કના ગ્રૉસ એનપીએ 20.64 ટકાથી ઘટીને 19.29 ટકા પર પહોંતી ગઈ છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેન્કના નેટ એનપીએ 10.32 ટકાથી ઘટીને 7.73 ટકા રહ્યા છે.


રૂપિયામાં પર નજર કરેતો ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેન્કના ગ્રૉસ એનપીએ 35332.7 કરોડ રૂપિયાથી ઘટીને 32356 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેન્કના નેટ એનપીએ 15605.1 કરડો રૂપિયાથી ઘટીને 11333.2 કરોડ રૂપિયા રહ્યા છે.