બજાર » સમાચાર » પરિણામ

સિપ્લાને 367.2 કરોડ રૂપિયાનો નફો

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 14:53  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં સિપ્લાનો નફો 367.2 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં સિપ્લાનો 178.6 કરોડ રૂપિયાનો નફો રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં સિપ્લાની આવક 19.1 ટકા વધીને 44.04 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં સિપ્લાની આવક 3698 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સિપ્લાના એબિટડા 557 કરોડ રૂપિયાથી વધીને 961 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સિપ્લાના એબિટડા માર્જિન 15.1 ટકા થી વધીને 21.8 ટકા રહ્યા છે. કંપનીના બોર્ડના 6000 કરોડ રૂપિયા ભેગા કરવાની મંજબરી પણ મળી છે.